For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

છોટુ વસાવાના નવા પક્ષ ભારત આદિવાસી સેનાની એન્ટ્રીથી ભરૂચમાં નવા સમીકરણ

04:00 PM Mar 21, 2024 IST | Bhumika
છોટુ વસાવાના નવા પક્ષ ભારત આદિવાસી સેનાની એન્ટ્રીથી ભરૂચમાં નવા સમીકરણ
  • છોટુ વસાવાનો પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાતા પિતા-પુત્ર વચ્ચે અંતર વધ્યું

લોકસભા 2024 ની ચૂંટણીની જાહેરાત થઈ જવા પામી છે. ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા મોટા ભાગના ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધા છે. આદિવાસી નેતા છોટુ વસાવાએ નવો પક્ષ ભારત આદિવાસી સેના નામનાં સંગઠનની સ્થાપના કરી છે. સંગઠનનાં હોદ્દેદારોની આગામી સમયમાં વરણી કરવામાં આવશે. તાજેતરમાં જ છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ભાજજમાં જોડાયા છે.
ભરૂૂચ લોકસભા સીટની વાત કરીએ તો ભરૂૂચ લોકસભા સીટ પર કોંગ્રેસ તેમજ આપ દ્વારા ગઠબંધન સાથે લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી છે. આપ દ્વારા ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે. બંને ઉમેદવારો દ્વારા જીત હાંસીલ કરવા માટે એડીચોટીનું જોડ લગાવવામાં આવી રહ્યું છે. ત્યાં જ છોટુ વસાવાએ નવા સંગઠનની સ્થાપના કરતા તેઓ દ્વારા પણ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

Advertisement

બીટીપીના અધ્યક્ષ મહેશ વસાવા તાજેતરમાં જ તેઓનાં સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. મહેશ વસાવા દ્વારા ભાજપમાં જોડાવાની જાહેરાત કરતા તેઓનાં પિતા મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી હતી. જેથી પિતા પુત્ર વચ્ચે ખટરાગ વધ્યો હતો. તેમજ આ બાબતે જે તે સમયે છોટુ વસાવાએ નિવેદન આપ્યું હતું કે, સમાજ છોડીને કેમ જાય છે, તે મહેશ વસાવાને પૂછો. કોઈ તો કારણ હશે ને તે જવાબ આપશે. મહેશ વસાવાની ભાજપમાં જોડાવાની જાહેરાત બાદ બંને પિતા-પુત્ર વચ્ચે ઘમાસાણ મચ્યું હતું. ભરૂૂચમાં 7 વિધાનસભામાંથી 6 ભાજપ પાસે છે. ત્યારે એક ડેડિપાડા બેઠક પર આપનો પ્રભાવ છે અને જ્યાં ટક્કર લેવા માટે મહેશ વસાવાને ભાજપમાં જોડાયા છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement