For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિદ્યુત સહાયકની ભરતીમાં નવો નિર્ણય, પહેલા પોલટેસ્ટ પછી લેખિત પરીક્ષા લેવાશે

01:13 PM Dec 28, 2023 IST | Bhumika
વિદ્યુત સહાયકની ભરતીમાં નવો નિર્ણય  પહેલા પોલટેસ્ટ પછી લેખિત પરીક્ષા લેવાશે

જેટકોમાં ચાલી રેલ વિદ્યુત સહાયક ભરતી વિવાદ બાદ હવે મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં અગાઉ લેખિત પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ માત્ર પોલ ટેસ્ટ આપવો પડશે. સાથે સાથે જેટકો દ્વારા મહેકમ પણ વધારવાનો નિર્ણય લેવાયો છે. નવા ઉમેદવારોએ પહેલા પોલ ટેસ્ટ આપવાનો રહેશે અને પોલ ટેસ્ટ પાસ કર્યા બાદ નવા ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપવી પડશે.

Advertisement

આ પરીક્ષામાં જે ઉમેદવારોએ તા.9/9/2023ના રોજ લેખિત પરીક્ષા આપી હશે તે ઉમેદવારોની લેખિત પરીક્ષા નહીં લેવાય.અગાઉ લેખિત પરીક્ષા બાદ પોલ ટેસ્ટ લેવાતો હતો. હાલ વિવાદ બાદ પોલ ટેસ્ટના આયોજનમાં નવા ઉમેદવારોનો પહેલા પોલ ટેસ્ટ લેવાશે. તેવો નિર્ણય લેવામાં આવેલ છે.

જેટકો દ્વારા લેવામાં આવેલ પરીક્ષામાં ગેરરીતી થઈ હોવાની રજૂઆત બાદ જેટકો દ્વારા તપાસ કરાવવામાં આવતા અધિકારીઓની બેદકારી સામે આવી હતી. જે બાદ જેટકો દ્વારા ત્રણ ઝોનની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી.
જે બાદ પણ વિવાદ શાંત થવાનું નામ ન લેતા વડોદરા જેટકોની ઓફીસ બહાર પરીક્ષાર્થીઓ દ્વારા ધરણા પ્રદર્શન કરી રજૂઆત કરી હતી. અને અલ્ટીમેટમ આપ્યું હતું. જે બાદ આજે જેટકો દ્વારા બેદરકારી દાખવનાર 6 અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવતા ખળભળાટ મચી જવા પામી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement