ભાવનગરના નેસિયા ગામે કૂવામાં ઉતરેલા દીપડીના બચ્ચાનું કરાયું રેસ્ક્યું
વનવિભાગે કૂવામાં પાંજરુ ઉતારી બચ્ચાને બચાવ્યું
ભાવનગર જિલ્લાના તળાજા ફોરેસ્ટએ આજે નેશિયા ગામે કુવામા પડેલ દીપડાના બચ્ચાને કૂવામાં પાંજરું ઉતારીને જીવ બચાવ્યો હતો.જોકે આ બચ્ચા એ કુવાની અંદર રહેલ પાઇપ લાઈન પકડી ન રાખી હોત તો તે સ્થિતિ જુદી નિર્માણથઈ હોત!
તળાજા પંથકમાં દીપડાઓની વસ્તી વધીરહી છે તેમ લોકોમાં જાગૃતતા પણ જરૂૂરી છે.નેશિયા ગામના ખેડૂત શક્તિસિંહ પોપટભા ગોહિલ ની વાડીના શ્રમિક આજે સવારે 9 વાગ્યાના અરસામાં વાડીએ હતા તે સમયે કૂવામાથી અવાજ આવતા નઝર કરતા દીપડો કુવામાંની પાઇપ પકડી ને જીવ બચાવી બેઠોહતો.
તેની જાણ તળાજા ફોરેસ્ટને થતા રાજુ ઝીંઝુવાડિયા એ સ્ટાફ ને તૈયાર કરી પાંજરું દોરડા લઈ કૂવામાં નાખીને દીપડાને પાંજરે લઈને જીવ બચાવ્યો હતો. સાતેક માસનું બચ્ચું રાત્રી દરમિયાન પડ્યું હોવાનું અનુમાન છે.પાંજરે પુરાયેલ બચ્ચું કુવામાંથી બહાર નીકળતા જ ઓરિજન રૂપમાં આવી ગયું હતું.ઘુરકિયું કરવા લાગેલ.