ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રીનાં ભત્રીજાનો ગળેફાંસો ખાઈ આપઘાત

04:14 PM Aug 19, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

શહેરની ભાગોળે આવેલા વડાળી ગામે રહેતા અને કોલેજમાં અભ્યાસ કરતાં રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના ભત્રીજાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં પરિવારમાં કરૂણકલ્પાંત સર્જાયો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટ તાલુકાના વડાળી ગામે રહેતા દેવદીપસિંહ વિરમદેવસિંહ જાડેજા નામના 20 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે સાંજના છએક વાગ્યાના અરસામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

આ અંગે જાણ થતાં જ આજી ડેમ પોલીસ મથકના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.

પ્રાથમિક પુછપરછમાં મૃતક દેવદીપસિંહ જાડેજા રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના ભત્રીજા હતાં. દેવદીપસિંહ જાડેજા બે ભાઈમાં મોટા અને જે.જે.કુંડલીયા કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવ અંગે આજી ડેમ પોલીસે નોંધ કરી મૃતક યુવકના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસનો દૌર લંબાવ્યો છે.

Tags :
gujaratgujarat newsrajkotRajkot District BJPrajkot newssuicide
Advertisement
Advertisement