For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આંગણવાડી મહિલાઓ ઉપર ન્યૂડ કોલનો મારો

12:05 PM Aug 08, 2025 IST | Bhumika
આંગણવાડી મહિલાઓ ઉપર ન્યૂડ કોલનો મારો

35થી વધુ કાર્યકરો મનોવિકૃત શખ્સનો શિકાર બની, ભારે દેકારો

Advertisement

ભરૂચ જિલ્લાની આંગણવાડી કાર્યકરોને અજાયણા શખ્સ દ્વારા અવાર-નવાર ન્યૂડકોલ કરવામાં આવતા ભારે દેકારો મચી જવા પામેલ છે. આ મનોવિકૃત શખ્સ એક જ નંબર ઉપરથી સતત ન્યૂડકોલ કરી પજવતો હોવાથી મહિલાઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ભરૂૂચ જિલ્લાની આંગણવાડી બહેનોને સરકાર દ્વારા આપવામાં આવેલા સીમકાર્ડ પર એક અજાણ્યો શખસ ન્યૂડ વીડિયો કોલ કરીને હેરાન- પરેશાન કરી રહ્યો હોવાની રાવ સામે આવી છે. 35થી વધુ બહેનોને સવારે, બપોરે અને મધરાતે કોલ કરતા બહેનોમાં ભયનો માહોલ ઊભો થયો છે. પીડિત મહિલાઓએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

ભરૂૂચ જિલ્લામાં કુલ 1500 આંગણવાડી બહેનો કાર્યરત છે. આ મહિલાઓ પૈકી ભરૂૂચ, ઝઘડીયા, નેત્રંગ અને વાલીયા તાલુકાની આંગણવાડી બહેનોને સરકાર દ્વારા આપવામાં સીમ કાર્ડના પર એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહેલા વીડિયો કોલના કારણે પરેશાન થઈ ચૂકી છે. એક જ નંબરના એક વ્યક્તિ દ્વારા આંગણવાડીની બહેનોને ન્યૂડ કોલ કરવામાં આવતો હોય સમગ્ર જિલ્લામાં ચકચાર મચી છે. આ વ્યક્તિ દ્વારા સવારે, બપોરે અથવા તો રાત્રિના સમયે મહિલાઓને વીડિયો કોલ કરી અશ્ર્લીલ હરકતો કરે છે, જેથી બહેનોમાં ભયનો માહોલ છવાયો છે. આવા કોલથી કેટલીક બહેનોના ઘરોમાં ઝઘડાનું કારણ બન્યું છે.

પીડિત આંગણવાડી બહેનોએ જિલ્લા પ્રમુખ રાગિણી પરમારની ઉપસ્થિતિમાં ભરૂૂચ કાળી તલાવડી ખાતે આવેલા સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપીને વહેલી તકે શોધી કાઢી તેની સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

આરોપીની અશ્ર્લીલ હરકતોના કારણે આંગણવાડી બહેનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. તેઓ પોતાની ફરજ બજાવતી વખતે પણ આ પ્રકારની હેરાનગતિનો સામનો કરી રહી છે, જે તેમના કામ પર પણ અસર કરી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement