રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સૌરાષ્ટ્ર યુનિ.માં ન ઘોડા આવ્યા ન ઘાસ, 20 લાખ ગયા ગમાણમાં

04:30 PM Mar 13, 2024 IST | Bhumika
Advertisement

સૌરાષ્ટ્રની આગવી ઓળખ સમાન કાઠીયાવાડી અશ્ર્વ સંશોધન અને સંવર્ધન પ્રોજેક્ટ માટે યુનિવર્સિટીને ફાળવવામાં આવેલી 50.65 લાખની માતબર ગ્રાન્ટમાંથી 20 લાખ જેવી રકમ વપરાય ગયાનું અને બાકીની રકમ સરકારમાં પરત જમા થઈ ગયાની અને આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને તાળા મારી દેવામાં આવ્યાની ચોકાવનારી વિગત આરટીઆઈમાં બહાર આવી છે.

Advertisement

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2010- 11 માં તત્કાલીન મુખ્યમંત્રી પ્રયાસોથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાઠીયાવાડી અશ્વોની ઐતિહાસિક બાબતો પર સંશોધન પ્રોજેક્ટ માટે રૂૂ. 50.65 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જેમાંથી રૂૂ. 20,10,522 નો ખર્ચ થયેલો છે અને ગાંધીનગર સ્થિત પશુપાલન નિયામકની કચેરીની સૂચના અનુસાર રૂૂ. 30,54,478 તા. 25- 06- 2020 ના જમા કરાવવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા અને વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે કરેલી આરટીઆઈમાં આ પ્રકારનો જવાબ મળ્યો છે. જે આશ્ચર્યજનક છે કારણ કે રૂૂપિયા 20 લાખમાં માત્ર તબેલો જ તૈયાર થયો છે અહીં કોઈ દિવસ અશ્વો કે ઘાસ કઈ પણ આવ્યુ નથી અને તેમનાં પર સંશોધન પણ થયું નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ જો આ કેન્દ્રને યોગ્ય રીતે વિકસાવ્યું હોત તો આજે યુવાનો માટે હોર્સ રાઇડિંગનો ડિપ્લોમા કોર્ષ શરૂૂ થઈ શક્યો હોત.

સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે કરેલી આરટીઆઈમાં ઉપરોક્ત માહિતી સામે આવતા તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રાજ્ય સરકાર દ્વારા કાઠીયાવાડી અશ્વોની ઐતિહાસિક બાબતો પર સંશોધન માટે મળેલા પ્રોજેક્ટ અંતર્ગત કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને તેમાંથી કેટલો ઉપયોગ થયો તે બાબતની માહિતી માગી હતી જેનો જવાબ આવતા આશ્ચર્ય વચ્ચે રૂૂ. 50.65 લાખ માંથી રૂૂ. 20 લાખ જેટલો ખર્ચ સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો છે પરંતુ અહીં માત્ર અશ્વોને રાખવા માટેનો તબેલો જ તૈયાર થઈ શક્યો છે અહીં અત્યાર સુધી અશ્વો પણ આવ્યા નહીં અને સૌરાષ્ટ્રની ઓળખ ગણાતા કાઠીયાવાડી અશ્વો ઉપર સંશોધન પણ ન થયું. કાઠિયાવાડી અશ્વો એ સૌરાષ્ટ્રની આગવી ઓળખ છે ત્યારે તેના પ્રત્યે સમાજમા જાગૃતિ આવે,તે પ્રજાતિનુ સંવર્ધન અને સંશોધન કરવુ એ ખુબ અગત્યની બાબત કહી શકાય ત્યારે સરકારની ગ્રાંટોનો યુનિવર્સિટી ઉપયોગ જ ના કરી શકી એ વાત કોને કહેવા જવી ! સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા સરકાર વિદ્યાર્થીલક્ષી અનેક ગ્રાંટો અને પ્રોજેક્ટો આપે છે પરંતુ સતાધીસો પાસે આ ગ્રાન્ટનો સમયસર સદુપયોગ કરવા કોઈ પ્રીપ્લાન કે મેપ નથી હોતો.માત્રને માત્ર કાગળ પર જ એમઓયુ અને પ્રોજેક્ટો રહી જાય છે અને અંતે ગ્રાંટો પરત જમા કરાવવી પડે જેથી વિદ્યાર્થીઓ મહત્વના અતિઉપયોગી પ્રોજેક્ટોથી વંચિત રહી જતા હોય તે શિક્ષણજગત માટે દુ:ખદ બાબત કહી શકાય.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2010 - 11 માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાઠીયાવાડી અશ્વોના સંવર્ધન અને સંશોધન માટે રૂૂપિયા 50 લાખ જેટલી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી જેમાંથી માત્ર તબેલો બનાવવા પાછળ જ છે રૂૂપિયા 20 લાખનો ખર્ચ થઈ ગયો ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો અશ્વોના નામે લાખો રૂૂપિયાનો ભ્રષ્ટાચાર કરી ગયા કે શુ ? તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, જે - તે વખતે આ પ્રોજેક્ટના કોર્ડીનેટર ઇતિહાસ ભવનના અધ્યાપક પંકજ વલવાઈ હતા. જેઓ હાલ ધોળકાના ડેપ્યુટી કલેકટર હોવાનુ જાણવા મળી રહ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાઠીયાવાડી અશ્વોના સંશોધન કેન્દ્રના નામે માત્ર તબેલો જ તૈયાર કરી શકતા રાજ્ય સરકારના પશુપાલન વિભાગે વધારાની ગ્રાન્ટ વ્યાજ સહીત પરત માગતા 30 લાખ પરત આપી દેવા પડ્યા છે જે ખુબ જ શરમજનક બાબત છે.

હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કાઠીયાવાડી અશ્વોની જાળવણી માટે શેડ પણ તૈયાર છે. યુનિવર્સિટી દ્વારા બાકી રહેલી રકમ પણ પશુપાલન ખાતામાં જમા કરાવી દીધેલ પણ છે. જો આ પ્રોજેક્ટ ફરીથી કાર્યરત કરવામાં આવે તો વિદ્યાર્થીઓમાં અશ્વ સવારી માટેનું કૌશલ્ય પણ વધારી શકાય તેમ છે તે માટે સર્ટિફિકેટ કોર્સ ઇન હોર્સ રાઇડિંગ જેવો કોર્સ શરૂૂ કરીને યુનિવર્સિટીનું નામ દેશ અને દુનિયામાં વધારી શકાય તેમજ આખા ગુજરાતમાં કાઠીયાવાડી અશ્વ ઉપર સંશોધન, સંવર્ધન તેમજ તાલીમ માટેની કાર્ય કરનારી પ્રથમ યુનિવર્સિટી બની શકે તેમ છે.

ઘોડા-ઘોડીના ભાવ જ કોઇએ નહીં આપતા પ્રોજેકટ અધૂરો: રજિસ્ટાર
અશ્વ સંવર્ધન કેન્દ્રનો પ્રોજેકટ અધુરો મુકવા બાબતે સૌરાષ્ટ્ર યુનિ.ના રજિસ્ટાર પરમારે જણાવ્યું હતું કે 2010-11માં 50 લાખની ગ્રાન્ટ મળી હતી અને અશ્વ માટે શેડ બાંધ્યો હતો. જયારે ઘોડા અને ઘોડીની ખરીદી માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા હતા. પરંતુ આ ટેન્ડર કોઇએ ભરેલ નહીં અને ભાવ જ આવેલ નહીં. યુનિવર્સિટીએ એકેડેમીક પ્રોજેકટ પુણ કર્યો હતો પરંતુ ઘોડા-ઘોડી નહીં મળતા ટેકનિકલ પાર્ટ બાકી રહી ગયો હતો. વળી વેટરનીટી સાયન્સ રિલેટેડ પ્રશ્ન હોય પ્રયત્નો કરવા છતાં સફળતા નહીં મળતા અંતે ગ્રાન્ટ પરત મોકલવામાં આવી છે.

Tags :
gujaratgujarat newssaurashtra university
Advertisement
Next Article
Advertisement