ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કૂતરો પાળવો હોય તો પાડોશીની મંજૂરી ફરજિયાત

05:49 PM Jul 30, 2025 IST | Bhumika
Advertisement

પેટડોગ રજિસ્ટ્રેશન કાયદાની અમલવારી માટે કોર્પોરેશને તૈયારી આરંભી

Advertisement

શહેરમાં રખડતા શ્ર્વાનનો ત્રાસ અવાર નવાર જોવા મળી રહ્યો છે. પરંતુ પેટડોગ એટલે કે પાલતુ શ્ર્વાનો મોટાભાગે શાંત હોય છે. કારણકે તેમને ટ્રેઇન કરવામાં આવતા હોય. તેમજ આ પ્રકારના ડોગ બહાર જોવા મળતા નથી પરંતુ અમૂક પ્રજાતીના પાલતુ શ્ર્વાન કયારેક હિંસક બની જતા હોવાના બનાવો તાજેતરમાં બનવા લાગ્યા છે. જેમા તાજેતરમાં સુરતમાં પાલતુ શ્ર્વાને એક બાળકીનો ભોગ લેતા મહાનગરપાલિકા દ્વારા શ્ર્વાન પાળનાર માલિકો સામે કાયદાનો દંડો ઉગામી નિયમો તૈયાર કરવામાં આવ્યા છે.

જેની અમલવારી અમદાવાદ, મોરબી અને સુરત મહાનગરપાલિકાએ શરૂ કર્યા બાદ હવે રાજકોટ મનપા પણ આ મુદે તમામ પાલતુ શ્ર્વાનોના રજિસ્ટ્રેશનન અને નિયમો માટે તૈયારીઓ શરૂ કરી અમદાવાદ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી કામગીરીના નિયમોનુ લિસ્ટ મંગાવવામાં આવ્યુ હોવાનુ અને ટૂંક સમયમાં રાજકોટમાં પણ તેની અમલવારી શરૂ કરવામાં આવશે તેમ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મહાનગરપાલિકાના પ્રાણી રંજાડ વિભાગના સૂત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ પેટડોગના રજિસ્ટ્રેશન અને પાળના માલિકોએ નિયમોની અમલવારી કરવા સહિતના મુદે તૈયારીઓ આરંભી છે. સુરતની ઘટના બાદ અમદાવાદ અને મોરબી મહાનગરપાલિકાએ પાલુત શ્ર્વાન અંતર્ગત નિયમોની અમલવારી શરૂ કરી છે. જેમાં ખાસ કરીને શ્ર્વાન પાળનાર માલિકે પોતાની અને શ્ર્વાનની તમામ વિગતો આપવાની સાથોસાથ રજિસ્ટ્રેશનન સમયે પોતાના રહેણાંકની આસપાસના પાડોશીઓની મંજૂરી આપતો લેટર પણ રજિસ્ટ્રેશનમાં સામેલ કરવાનો રહેશે અને માલિક પાસે કેટલા સમયથી શ્ર્વાન છે.

તેમજ પાડોશીઓના મંજૂરી લેટરમાં ઉપરોકત શ્ર્વાન દ્વારા કોઇજાતનો ત્રાસ અનુભવતા નથી આ શ્ર્વાન હિંસક પ્રજાતીનો ન હોવા સહિતની વિગતો લખવાની રહેશે. સુપ્રીમકોર્ટ ઓફ ઇન્ડિયાની નિર્દેશનો, એનિમલ વેલ્ફર બોર્ડ ઓફ ઇન્ડિયાની વખતો વખતની ગાડલાઇન ધી કૃઅલ્ટી ટુ એનિલમ એકટ 1990 દ્વારા પ્રસિદ્ધ થયેલ એનિલમ બર્થ કંટ્રોલ ડોગસ રૂલ્સ 2023 તથા નેશનલ એકશન પ્લાન ફોર ડોગ મીડીટીએડ અંતર્ગત પાલતુ શ્ર્વાન રજિસ્ટ્રેશન ફરિજયાત કરવાનુ રહેશે અને આ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર અપીલ કરી ટૂંક સમયમા પાલતુ ડોગ નોંધણીની કામગીરી શરૂ કરવામાં આવશે.

Tags :
doggujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement