તાલાલાના ગલિયાવાડમાં થૂંકવા મુદ્દે યુવાન ઉપર પાડોશી પરિવારનો હુમલો
તાલાલા તાલુકાના ગલીયાવાડ ગામે બારીમાંથી થુકવા મુદ્દે યુવાન ઉપર પાડોશમાં રહેતા કુટુંબીક પરિવારે ઝઘડો કરી પાઇપ વડે હુમલો કર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ તાલાલા તાલુકાના ગલીયાવાડ ગામે રહેતા હરેશ જીકાભાઈ સોલંકી નામનો 27 વર્ષનો યુવાન સવારના સાતેક વાગ્યાના અરસામા પોતાના ઘરે હતો ત્યારે પાડોશમાં રહેતા કુટુંબિકભાઈ મનીષ, સાગર, સંદીપ અને ભીમા સહિતના શખ્સોએ ઝઘડો કરી પાઇપ વડે માર માર્યો હતો હુમલામાં ઘવાયેલા હરેશ સોલંકીને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં હરેશ સોલંકીની ભત્રીજી બારીમાંથી થૂંકી હતી જે બાબતે કૌટુંબિક ભાઈઓ ઝઘડો કરી હરેશ સોલંકી ઉપર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં વઢવાણમાં આવેલા વાડી પ્લોટમાં રહેતા ચમનભાઈ પીતાંબરભાઈ મકવાણા નામના 50 વર્ષના આધેડ શમલા ગામ નજીક હતા ત્યારે બે અજણ્યા શખ્સોએ ઝઘડો કરી પાઈઓ વડે માર માર્યો હતો. આધેડને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.