બગસરામાં સ્ટ્રીટ લાઇવ ફીટિંગમાં પાલિકાની બેદરકારી; વીજકરંટ લાગતા બે ગાયનાં મોત
બગસરા નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટ ફીટીંગ વખતે રાખવામાં આવતી બેદરકારીને પગલે બગસરામાં આજે બે ગાયોના મોત નીપજ્યા હતા તેમજ માલિક વીજ કરંટ લાગ્યા બાદ માંડ બચ્યો હતો.
બગસરા નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટ ફીટીંગ માં વાયરના જોડાણ વખતે ત્યાં ટેપ લગાડવામાં આવતી ન હોવાની ફરિયાદ અનેક વખત કરવામાં આવેલ છે પરંતુ આ ટેપ ના લગાડેલ હોવાથી બગસરાના નદીપરા વિસ્તારમાં નનુભાઈ રૈયાભાઈ ભરવાડ ને ત્યાં બે ગાયો વાડામાં બાંધેલી હતી જે વાડાના લોખંડના દરવાજા સાથે સ્ટ્રીટ લાઇટ નો વીજવાયર સંપર્કમાં આવતા વાડામાં રહેલ બંને ગાયોના વીજ કરંટથી મોત નીપજ્યા હતા. આ બાબતે કંઈક અજબ તો બન્યું હોવાની શંકાથી નાનુભાઈ પોતે વાડામાં આવતા હતા તે સમયે તેમને પણ વીજ કરંટ લાગતા દુર ફંગોળાયા હતા જોકે તેમનો આકસ્મિક બચાવ થયો હતો. બગસરા નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ ના વીજવાયરો ની ચકાસણી કરી જ્યાં જરૂૂર હોય ત્યાં તાત્કાલિક ટેપ લગાડી સમારકામ કરવામાં આવે તે જરૂૂરી છે. જેથી આવા અબોલા પ્રાણીઓના જીવ બચાવી શકાય આ ઉપરાંત એક ગાય તેમાં બે જીવ હતી એટલે તેમાં ત્રણ જેવું શોર્ટથી ગુમાવ્યાહતા.