જામનગરની કોલેજમાં પરીક્ષામાં બેદરકારી: ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ
જી.એચ. ગોસરાણી કોમર્સ એન્ડ બીબીએ કોલેજમાં BBA સેમેસ્ટર-4ની પરીક્ષામાં ચેકિંગનો અભાવ, વિદ્યાર્થી સ્માર્ટવોચ સાથે પકડાયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જામનગરની જી.એચ. ગોસરાણી કોમર્સ એન્ડ બીબીએ કોલેજ ખાતે બીબીએ સેમેસ્ટર-4 (રેગ્યુલર)ની પરીક્ષા દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે. ગઈકાલે લેવાયેલા એન્ટ્રિપ્રેનેરશીપ ડેવલપમેન્ટ (થિયરી)ના પેપરમાં પરીક્ષાર્થીઓને કોઈ પણ પ્રકારના સઘન ચેકિંગ વગર ઇલેક્ટ્રોનિક ઉપકરણો સહિતની સામગ્રીઓ સાથે એક્ઝામ રૂૂમમાં પ્રવેશ આપવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. આ બેદરકારીને કારણે પરીક્ષાની પવિત્રતા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગઈકાલે બીબીએ સેમેસ્ટર-4ના વિદ્યાર્થીઓનું એન્ટ્રિપ્રેનેરશીપ ડેવલપમેન્ટનું પેપર હતું. આ પરીક્ષામાં બેસવા આવેલા વિદ્યાર્થીઓને કોલેજ દ્વારા એક્ઝામ રૂૂમમાં પ્રવેશ આપતી વખતે મેટલ ડિટેક્ટર કે અન્ય કોઈ માધ્યમથી ઇલેક્ટ્રોનિક ઉપકરણો અથવા અન્ય પ્રતિબંધિત સામગ્રી છે કે કેમ તે અંગેનું ફરજિયાત ચેકિંગ કરવામાં આવ્યું ન હતું. આના પરિણામે, કેટલાક વિદ્યાર્થીઓ સ્માર્ટ વોચ અને અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ સાથે પરીક્ષાખંડમાં પ્રવેશ મેળવી શક્યા હતા.
આ બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો ત્યારે સામે આવ્યો જ્યારે ચાલુ પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થી સ્માર્ટ વોચ પહેરેલો પકડાયો હતો. કોલેજ દ્વારા આ વિદ્યાર્થી વિરુદ્ધ કોપી કેસ કરવામાં આવ્યો હતો. જોકે, પકડાયેલા વિદ્યાર્થીએ પોતાના બચાવમાં જણાવ્યું હતું કે તે સ્માર્ટ વોચ ઘરે મૂકવાનું ભૂલી ગયો હતો અથવા ઉતારવાનું રહી ગયું હતું. તેણે ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે કોલેજમાં પ્રવેશતી વખતે તેનું કોઈ ચેકિંગ કરવામાં આવ્યું ન હતું. જો તેને ચેક કરવામાં આવ્યો હોત તો તેને પોતાની સ્માર્ટ ઘડિયાળ બહાર ઉતારવાનું યાદ આવ્યું હોત અને આવી ભૂલ થઈ ન હોત.
વિદ્યાર્થીએ એમ પણ જણાવ્યું હતું કે તેની સ્માર્ટ વોચમાં કોઈ પણ પ્રકારનું ચોરીનું સાહિત્ય ન હતું અને કોલેજ તેને ચેક કરી શકે છે. આમ છતાં, કોલેજ દ્વારા તેની સ્માર્ટ વોચ લઈ લેવામાં આવી હતી અને તેની સામે કોપી કેસનું ફોર્મ ભરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને જાણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીના કહેવા મુજબ, પરીક્ષા દરમિયાન સ્માર્ટ વોચ સહિતના અલગ અલગ ઉપકરણો સાથે ક્લાસરૂૂમમાં એન્ટ્રી આપવામાં આવી રહી હતી. આ સમગ્ર બેદરકારી અંગે કોલેજના જવાબદાર અધિકારીઓનો મીડિયા દ્વારા સંપર્ક સાધવામાં આવતા તેમણે આશ્ચર્યજનક નિવેદન આપ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે નસ્ત્રઅમને આટલા બધા વિદ્યાર્થીઓને ચેક કરવાનો સમય ના હોય.સ્ત્રસ્ત્ર કોલેજના જવાબદાર પદાધિકારીનું આ નિવેદન પરીક્ષા વ્યવસ્થા અંગેની તેમની ગંભીરતા પર જ પ્રશ્નાર્થ સર્જે છે.