For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નીટ પરીક્ષા: વોશરૂમ બાદ પણ છાત્રો માટે બાયોમેટ્રીક ફરજિયાત

04:59 PM May 01, 2025 IST | Bhumika
નીટ પરીક્ષા  વોશરૂમ બાદ પણ છાત્રો માટે બાયોમેટ્રીક ફરજિયાત

પેપર શરૂ થયાની પ્રથમ કલાક અને અંતિમ 30 મિનિટ વોશરૂમ જવા નહીં દેવાય: ગેરરીતિ રોકવા સરકારી સંસ્થામાં જ સેન્ટર ફાળવાયા

Advertisement

રાજકોટ સહીત દેશભરમાં રવિવારે બાવીસ લાખથી વધારે વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપશે. નીટની પરીક્ષામાં પણ કૌભાંડ બહાર આવતા ચોરી રોકવા અને પરીક્ષામાં પારદર્શિતા જળવાય રહે તે માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં ગેરરીતી રોકવા આ વર્ષે ગુજરાતના 31 જિલ્લામાં સરકારી સંસ્થાઓમાં જ સેન્ટર ફાળવવામાં આવ્યા છે. ગુજરાતમાં આ વર્ષે 80 હજારથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રાજકોટમાં 6337 પરીક્ષાર્થીની નોંધણી થઇ છે.

ગઊઊઝ પરીક્ષામાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના 180 - 180 માર્કના 45 - 45 પ્રશ્નો તો બાયોલોજી 360 માર્કના 90 સવાલો હશે. બપોરે 2 થી 5 વાગ્યા દરમિયાન પરીક્ષા લેવામાં આવશે અને તેમાં 11.30 વાગ્યાથી પરીક્ષા કેન્દ્રોમાં એન્ટ્રી શરૂૂ થઈ જશે. જોકે બપોરે 1.30 વાગ્યા બાદ એક પણ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં નહી આવે. દરેક વિદ્યાર્થીની બાયોમેટ્રિકથી હાજરી પૂરવામાં આવશે. બપોરે પરીક્ષા શરૂૂ થયાની પ્રથમ એક કલાક અને છેલ્લી અડધી કલાક દરમિયાન કોઈપણ વિદ્યાર્થીને વોશરૂૂમ જવા દેવામાં નહીં આવે. બાકીના સમય દરમિયાન વિદ્યાર્થી જો વોશરૂૂમ જાય અને પરત ફરે તો ત્યારે ફરી વખત બાયોમેટ્રિક કરવામાં આવશે. આ પ્રકારના કડક નિયમો સાથે આ વખતે ગઊઊઝ પરીક્ષા લેવામાં આવશે.

Advertisement

આ વખતે પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને એક પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈ જવાની મનાઈ છે તો ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ લઈ જવાની ખાસ સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત પીવાના પાણી માટે ટ્રાન્સપરન્ટ બોટલ જ લઈ જવાની રહેશે.

આ ઉપરાંત નીટની પરીક્ષા દરમિયાન 7 વર્ષ બાદ વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશનમાં ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2017 થી ગુજરાત સહિત દેશભરમાં મેડિકલમાં પ્રવેશ માટે ગઊઊઝ પરીક્ષા ફરજિયાત બનાવવામાં આવી ત્યારે પ્રથમ વર્ષે દેશમાં 11.38 લાખ વિદ્યાર્થીઓ હતા. જે બાદ વર્ષ 2024 સુધી સંખ્યા વધીને 24 લાખ સુધી પહોંચી ગઈ હતી પરંતુ આ વર્ષે આ સંખ્યામાં અંદાજે 1 લાખ વિદ્યાર્થીઓનો ઘટાડો જોવા મળ્યો છે. એટ્લે કે આ વખતે 23 લાખ રજીસ્ટ્રેશન થયા છે. કોરોના કાળ દરમિયાન માસ પ્રમોશન હતું એટલે સ્વાભાવિક છે કે તમામ વિદ્યાર્થીઓ પાસ થયા હોય. જેમને રી - નીટ એક્ઝામ આપી હોય પરંતુ આ વખતે તેમાં ઘટાડો જોવા મળ્યો છે.

રાજ્યમાં અમરેલી, બનાસકાંઠા, ભરૂૂચ, બોટાદ, દાહોદ, હિંમતનગર, જામનગર, જુનાગઢ, કડી, ખેડા, બાલાસિનોર, મહેસાણા, મોડાસા, નર્મદા, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, વેરાવળ, વ્યારા, અમદાવાદ, આણંદ, ભાવનગર, ગાંધીનગર, ગોધરા, પાટણ, રાજકોટ, સુરત, વડોદરા, વલસાડ, ગાંધીધામ અને ભુજ ખાતે પરીક્ષા લેવામાં આવશે.

રાજકોટના 13 કેન્દ્ર પર વ્યવસ્થા
1. સરકારી પોલીટેકનિક કોલેજ સેન્ટર 1
2. સરકારી પોલીટેકનિક કોલેજ સેન્ટર
3. બી. કે. મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ
4. એ. વી. પારેખ ટેકનિકલ ઇન્સ્ટિટયૂટ
5. એચ એન્ડ એચ બી કોટક ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ
6. ધર્મેન્દ્રસિંહજી સરકારી આર્ટસ કોલેજ
7. સરોજિની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલ
8. કેન્દ્રીય વિદ્યાલય
9. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્ધવેન્શન સેન્ટર
10. એચ. એલ. ગાંધી વિદ્યાવિહાર
11. કલ્યાણ હાઇસ્કુલ
12. એમ. જી. એન્ડ એસ. જી. બારદાનવાલા ક્ધયા વિદ્યાલય
13. સરદાર પટેલ વિદ્યામંદિર

રાજકોટ જિલ્લામાં કમિટીની રચના સીપી અને એસપી સહિતનાનો સમાવેશ
પરીક્ષાની વ્યવસ્થા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં જિલ્લા પોલીસ વડા અને પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, દરેક પરીક્ષા કેન્દ્ર માટે નોડલ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે, જેઓ પરીક્ષા સંબંધિત તમામ વ્યવસ્થાનું સંચાલન કરશે. જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રોનું પ્રથમ વખત લાઈવ બ્રોડ કાસ્ટિંગ કરવામાં આવશે, જેના માટે એક ખાસ કંટ્રોલ રૂૂમ પણ ઊભો કરવામાં આવ્યો છે. પરીક્ષા સ્થળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. કલેકટરએ વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે તેઓ પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચે અને શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપે. આ ઉપરાંત,લોભામણી લાલચમાં ન આવવા માટે ખાસ અનુરોધ કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement