For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં કાલે નીટ અને કોર્પોરેશનના જુનિયર ક્લાર્કની પરીક્ષા

05:12 PM May 03, 2025 IST | Bhumika
રાજકોટમાં કાલે નીટ અને કોર્પોરેશનના જુનિયર ક્લાર્કની પરીક્ષા

Advertisement

આવતીકાલે રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્કની 110 કેન્દ્રો ખાતે તેમજ નીટની પ્રવેશ માટેની લેખિત પરીક્ષા રાજકોટ શહેરમાં 13 જેટલા કેન્દ્રો ખાતે લેવાનાર હોય જેને લઇ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડી પોલીસ બદોબસ્ત ગોઠવી દીધો છે. પરિક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટરની ત્રીજીયમાં સવારે 7 થી 6 વાગ્યા દરમિયાન ચાર કે તેથી વધુ વ્યક્તિઓને એકઠા થવા ઉપર પ્રતિબંધ ઉપરાંત પરીક્ષાખંડમાં ચોરીના દૂષણને અટકાવવા માટે મોબાઈલ, ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ લગાડ્યો છે અને 100 મીટરની આસપાસ ઝેરોક્ષ મશીન પણ બંધ રાખવા સુચના અપાઇ છે.

એનટીએ દ્વારા ધો.12 વિજ્ઞાન પ્રવાહ બાદ મેડિકલ વિદ્યાશાખાના પ્રવેશ માટે આવતીકાલે આવતીકાલે તા.04-05-2025 ના રોજ બપોરે 2 થી 5 વાગ્યા દરમ્યાન રાજકોટ સહિત દેશભરના નિયત કરેલા સેન્ટરો પરથી નીટની પરીક્ષા લેવામાં આવનાર છે. રાજકોટના જુદા જુદા 13 જેટલા સેન્ટરમાં વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપવાના છે. ત્યારે સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાંની એક પરિક્ષા જેમાં સફળતા મેળવવા માટે ઉમેદવારો દિવસ-રાત મહેનત કરતા હોય છે. ઉમેદવારો માટે આ પરીક્ષા અત્યંત મહત્વની ગણાય છે.

Advertisement

રાજકોટમાં નીટની પરિક્ષા અલગ અલગ 13 જેટલા કેન્દ્રો ખાતે લેવાશે દરેક કેન્દ્ર ઉપર એક આસિસ્ટન્ટ સુપરવાઈઝર સહિતનો સ્ટાફ તૈનાત રહેશે, પરીક્ષાના પેપરો દિલ્હીથી હવાઈ માર્ગે રાજકોટ આવ્યા બાદ આ પેપર બેંકના લોકરમાં સીલ કરવામાં આવ્યા છે. ત્યાં પણ સજજડ પોલીસ બંદોબંબસ્ત ગોઠવી દેવાયો છે. પોસ્ટ વિભાગની મદદથી પોલીસ બંદોબસ્ત સાથે આ પેપરો પરીક્ષા કેન્દ્ર ખાતે મોકલવામાં આવશે. પરિક્ષા કેન્દ્રમાં ઉમેદવારો માટે કડક નિયમ બનાવવામાં આવ્યા છે જેમાં મોબાઇલ સહિતની કોઇપણ ઇલેકટ્રોનીક લઇ જવા ઉપર પ્રતિબંધબં લગાવી દેવાયો છે. તેમજ પરિક્ષા કેન્દ્ર આસપાસ 100 મીટરના એરીયામાં ઝેરોક્ષ કેન્દ્રો ખુલ્લા રાખવા ઉપર પ્રતિબધ ફરમાવવા આવ્યો છે. પરીક્ષા 13 કેન્દ્રો ઉપર સુરક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામા આવ્યો છે.

પરીક્ષામાં ચોરી તેમજ ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવા માટે ઇન્સ્પેક્ટિંગ ઓફિસરોને પરીક્ષા કેન્દ્રમાં કોઇપણ ઉમેદવાર મોબાઇલ, કેલકયુલેટર કે અન્ય કોઇ ઇલેકટ્રીક ગેઝેટ લઇને પ્રવેશ ન કરે તેનું ધ્યાન રાખવા તાકીદ કરાઈ છે. પરિક્ષામાં ઓળખકાર્ડ સિવાય કોઈ પણ ઉમેદવાર તેમજ કેન્દ્ર ઉપર ફરજ બજાવનાર સ્ટાફને પ્રવેશ આપવમાં નહી આવે.

ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા સંવર્ગોની ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ, રાજકોટ મહાનગર પાલિકાની જુદી-જુદી શાખાઓની જુનિયર ક્લાર્ક સંવર્ગની ખાલી જગ્યાઓ ભરવા માટે આગામી આવતીકાલે તા.04/05/2025, રવિવારનાં રોજ લેખિત પરીક્ષા લેવામાં આવનાર છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિસેમ્બર- 2023માં 122 ક્લાર્કની ભરતી બહાર પાડવામાં આવી હતી. જેમાં આશરે 60,521 જેટલા ઉમેદવારે આ ભરતી માટે અરજી કરી હતી જેની પરીક્ષા રાજકોટ ઉપરાંત અમદાવાદ અને વડોદરામાં પણ લેવામાં આવનાર છે. રાજકોટમાં 110 કેન્દ્રો ઉપર યોજાનાર આ પરિક્ષા માટે પણ પોલીનો સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement