For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં દારૂ નહીં દૂધની જરૂર, મહિલા કોંગ્રેસનો નવતર વિરોધ

04:01 PM Dec 25, 2023 IST | Sejal barot
ગુજરાતમાં દારૂ નહીં દૂધની જરૂર  મહિલા કોંગ્રેસનો નવતર વિરોધ

ગિફટ સીટીમાં દારૂબંધીની છુટને લઇને મિશ્ર પ્રત્યાઘાત પડી રહ્યા છે ત્યારે રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દિપ્તીબેન સોલંકીએ ગાંધીના ગુજરાતમાં દારૂ નહીં દુધની જરૂરીયાત હોવાનું જણાવી નવતર વિરોધ કર્યો હતો.
દિપ્તીબે સોલંકીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મની વાતો કરનારી આ ભાજપ સરકાર એક બાજુ ધર્મની વાતો કરે છે અને બીજી તરફ આ ગુજરાતના યુવાધનને વ્યસનના રવાડે ચડાવી આ ગુજરાતને પતન એ બરબાદી તરફ ધકેલી રહી છે. ગુજરાતમાં અનેક સરકાર આવીને ગઈ છતાં કોઈએ દારૂૂની છૂટછાટ આપવાની ક્યારે વાતો નથી કરી આજે 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું રાજ છે ત્યારે આમ તો દારૂૂબંધી ફક્ત કાગળિયા ઉપર જ રહી છે છાસવારે લાખો રૂૂપિયાનો દારૂૂ અને કરોડો રૂૂપિયાના ડ્રગ્સ પકડાય છે પણ આ ક્યાંથી અને કોની મીઠી નજરે આવે છે તે પકડાતું નથી કે નથી એને કોઈ સજા થઈ. વર્ષોથી ગુજરાતના ઘણા બધા ઉદ્યોગો અને વેપાર ક્ષેત્રો પ્રગતિ કરી છે અને ખૂબ આગળ વધી રહેલા ગુજરાતને હવે આ ભાજપ સરકાર બિઝનેસ વધારવાના નામે યુવા ધનને બરબાદ કરવા ઉતરી રહી છે તે તદ્દન વખોડવા લાયક છે? ગુજરાત દારૂૂની છૂટ વિના સમૃદ્ધ છે હતું અને હજી પણ રહેશે પોતાના મામા માસીના અને પોતાના લોકોના ઘર ભરવા બુટલેગરને માલેતુભર બનાવવા આ ધંધાની આડમાં દારૂૂની છૂટ આપવાની છે એવું લાગી રહ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement