રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બસપોર્ટમાં નિ:શુલ્ક હોવા છતાં NCC કેડેટ પાસેથી શૌચાલયમાં ઉઘરાણાં

05:26 PM Feb 24, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ફોનમાં ફરિયાદ કરતા ડેપો મેનેજર દ્વારા લેખીતમાં અરજી આપવાનો આગ્રહ રાખતા હોવાના આક્ષેપ

Advertisement

એસ.ટી બસ પોર્ટ પર બપોરના એક કલાકે મોટે ભાગે બંધ રહેતી શોભાના ગાંઠિયા જેવી બનેલી એસ.ટી બસ પોર્ટની પોલીસ ચોકીની બાજુમાં જ અને ડેપો મેનેજર ઉપર બેઠા હતા તેની નીચે શૌચાલયમાં યુરીનલો માં બેફામ ભ્રષ્ટાચાર ચાલતો હતો અને દેશ સેવા માટે નીકળેલી ડ્રેસ પહેરેલી દીકરીઓ એનસીસી કેડેટ ખરા અંજના, સંજના પરમાર, વિરડીયા ક્રિષ્ના, ભૂત દ્રષ્ટિ અને અન્ય મહિલાઓ પાસેથી પણ વોશરૂૂમ જવા માટે રૂૂપિયા પાંચ-પાંચ, દસ-દસ ખુલ્લેઆમ દાદાગીરી કરીને લેવામાં આવી રહ્યા હતા જેની જાણ ગજેન્દ્રસિંહ ઝાલા ને થતા ડેપો મેનેજર ઉપર બેઠા હોય ત્યારે દીકરીઓ સાથે ડેપો મેનેજરને આ અંગે જાણ કરાતા ડેપો મેનેજરે લેખિત અરજી આપવા માટે જણાવ્યું હતું. જો કે અરજીઓ વખતો વખત આપી છે તો વધુ એક વખત અરજીનો હઠાગ્રહ શા માટે ? અગાઉ આપેલી અરજીઓ તુમારશાહીનો ભોગ બની છે.

એક પણ અરજીનો યોગ્ય પ્રત્યુતર મળેલ નથી. બસ પોર્ટ ના યુરીનલોમાં રોજ અંદાજે એકાદ લાખ રૂૂપિયાનો થઈ રહેલા ભ્રષ્ટાચારમાં ડ્રાઇવ ગોઠવવામાં આવી નથી મોટા બોર્ડ લગાવવામાં આવ્યા નથી.

ડેપો મેનેજરના નાક નીચે ચાલી રહેલા ભ્રષ્ટાચાર અંગે ડેપો મેનેજરે નીચે આવી ત્વરિત પગલા ભરી રોજકામ કરી એનસીસી કેડેટ યુનિફોર્મમાં સજ્જ દીકરીઓને વોશરૂૂમ ના લીધેલા નાણા પરત અપાવવાને બદલે અરજી આપવાની વાત કરી હતી. ડેપો મેનેજરની યુરીનલોમાં ચાલતા લાખોના ભ્રષ્ટાચારમાં કેટલા ટકાની ભાગીદારી છે ? અને તેમ છતાં અરજીઓ આપવાની ડેપો મેનેજરની વાત હાસ્યસ્પદ એટલા માટે લાગે છે કે અગાઉની અરજીઓ પ્રત્યે ધૃતરાષ્ટ્રની નીતિ દાખવી છે. અને હાલ બસ પોર્ટની બંને યુરીનોલોમાં ચાલી રહેલા લાખોના ભ્રષ્ટાચાર અંગે ડેપો મેનેજર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોવાની આશંકા સેવાઈ રહી છે અને તેમાં ખુલ્લેઆમ 24 કલાક ચાલતો ભ્રષ્ટાચાર ડામવાને બદલે ડેપો મેનેજર દ્વારા જ આંખ મીંચામણા કરવામાં આવ્યા છે.

ડેપો મેનેજર નો અરજી આપવાનો હઠાગ્રહ હોવાથી ગજેન્દ્રસિંહ ઝાલાએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરોએ નોંધવાની ફરિયાદપોથી (પરિશિષ્ટ અ) મુજબ આજરોજ બપોરના 179162 થી ફરીયાદ નોંધાવી છે. ડેપો મેનેજરના પગ નીચેથી જમીન સરકી જતા ટ્રાફિક કંટ્રોલરના તમામ સભ્યોને ટોર્ચર કરી ફરિયાદ બુક કોઈને આપવી નહીં એવો મૌખિક આદેશ કરેલ છે. કોઈ ફરિયાદ બુક માંગે તો ના પાડી દેવામાં આવે છે અને ઓનલાઇન ફરિયાદ કરવાનો હઠાગ્રહ રાખવામાં આવે છે. રાજકોટ એસ.ટી બસ પોર્ટમાં કોઈપણ મુસાફરને ફરિયાદ બુક આપવાની ના પાડે તો ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિ હેલ્પલાઇન નંબર 94262 29396 પર રાઉન્ડ ક્લોક 24 કલાકમાં ગમે ત્યારે સંપર્ક કરી શકો છો. તેમ યાદીમાં જણાવ્યુ છે.

નોટિસ એજન્સીને આપી છે અને જોગવાઇ મુજબ દંડ પણ ફટકારાશે
શૌચાલય અંગે અમને ફરીયાદ મળી હતી અને એજન્સીને નોટીસ ફટકારી છે અને જોગવાઇ મુજબ દંડ પણ ફટકારવામાં આવશે. મુસાફરોનું હિત અમારા માટે સર્વોપરી છે. જો લેખીતમાં અરજી હોય તો અમે કડક એકશન લઇ શકીએ. ઉપરાંત્ત જે ફરીયાદ મળી છે તે વિભાગીય નિયામકમાં પણ રિપોર્ટ કરી દેવાયો છે. અગાઉ પણ કાર્યવાહી કરી છે અને નિ:શુલ્કના બોર્ડ લગાવ્યા છે. આ અંગે મુસાફરોએ પણ જાગૃત થવાની જરૂર છે અને જો એજન્સી ખોટુ કરે છે તો પ્રતિકાર- ફરીયાદ કરવી જરૂરી છે. જે આક્ષેપો સાબીત નહીં થાય તો કાયદેસરના પગલા ભરીશ.
-ડેપો મેનેજર, રાજકોટ બસપોર્ટ

Tags :
bus portgujaratgujarat newsNCC cadets
Advertisement
Advertisement