For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢમાંથી નવાબીકાળનું ભોંયરું મળ્યું

04:07 PM Aug 21, 2024 IST | Bhumika
જૂનાગઢમાંથી નવાબીકાળનું ભોંયરું મળ્યું
Advertisement

સિમેન્ટ બ્લોક પાથરવાની કામગીરી દરમિયાન ભોંયરું નીકળતા લોકોના ટોળાં ઉમટયાં

જૂનાગઢમાં અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે. ઉપરકોટનો કિલ્લો, દામોદર કુંડ જેવા અનેક પૌરાણિક બાંધકામો અને સ્થાપત્યો છે. ત્યારે જૂનાગઢ શહેરના મેઘાણીનગરમાંથી એક રહસ્યમય ભોંયરું મળી આવ્યું છે. જેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે અને સ્થાનિકો પણ ચોંકી ગયા છે. જોકે, આ ભોંયરું નવાબીકાળનું હોવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. નવાબે ભાગવા માટે અહીં બંકર બનાવ્યું હોવાનો પ્રાથમિક અંદાજ છે.

Advertisement

જૂનાગઢના મેઘાણીનગરમાં સિમેન્ટ બ્લોક પાથરવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ત્યાં જેસીબી દ્વારા જમીનમાં ખોદકામ કરતા એક ભોંયરું મળી આવ્યું હતું. આ ભોયરાંને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં દોડી ગયા હતા. ભૂતકાળમાં નજર કરીએ તો, અગાઉ દિવાન હાઉસ હતુ અને નવાબીકાળમાં આવી ઘણી બધી વ્યવસ્થાઓ સચવાયેલી હતી. સરકારી બિલ્ડીંગ રાજ્યવ્યવસ્થા સાથે જોડાયેલી હોય છે અને અહીંયા અગાઉ દિવાન હાઉસ હોવાના પગલે પ્રજાલક્ષી સુવિધા માટે આ ભોયરું બનાવવામાં આવ્યુ હોવાની શક્યતા છે. નવાબીકાળથી વધારે જૂનુ હોવાની સંભાવના નહીંવત છે. જોકે, આના પથ્થરો કેટલા જૂના છે એ જોયા પછી જ સાચી માહિતી સામે આવી શકે છે. પરંતુ દામોદરકુંડ અને ઉપરકોટ જેટલા જૂના હોવાની શક્યતા નથી. પુરાત્ત્વ વિભાગ દ્વારા હજુ સુધી તેની તપાસ હાથ ધરાઈ નથી.

ઈતિહાસની વાત કરીએ તો, 1947માં જ્યારે જૂનાગઢ હિન્દુસ્તાનમાં રહેશે કે પાકિસ્તાનમાં તે ચળવળ ચાલતી હતી. ત્યારે ઇન્ચાર્જ દીવાન તરીકે સર શાહનવાઝ ભુટ્ટોએ 30 મે 1947ના રોજ જુનાગઢ દિવાન તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. આ સમયે દિવાનનું ઓફિશિયલ રેસિડેન્સ હાલ કલેક્ટર બંગલો છે તે હતું. એ જે તે વખતના કાયમી દીવાન અબ્દુલ કાદર પાસે હતો. તેઓ અમેરિકા હતા. શિક્ષણ અધિકારીની કચેરીની જગ્યાએ પહેલા ત્યાં અધ્યાપન મંદિર હતું. 47માં નવાબના સમયમાં જેને અમન મંજિલ કહેવાય એ અમન મંજિલમાં ભુટ્ટો રહેવા આવ્યા હતા. ત્યાં જ તેમણે ઓફિસ કરી હતી. ત્યાંથી જ આ બધી ચળવળ ચાલુ કરી હતી. ભુટ્ટો જૂનાગઢમાં 182 દિવસ જૂનાગઢમાં રહેલા છે. આ દરમિયાન તેને ખાતરી હતી કે, કદાચ હથિયારથી લડવું પડે અને સંઘર્ષ થઈ શકે છે. તેવા સંજોગોમાં જો ભાગવું પડે તો આ અમન મંજિલની પાછળનો ભાગ હતો. એના ઉપર બોમ્બાર્ડમેંટ થાય કે, કંઈ લડાઈ થાય તો, તેને માટેનું આ બંકર પણ હોઈ શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement