લીંબડી લૂંટમાં નવાણિયા ગેંગની સંડોવણી : અડધો અડધ ચાંદીના પાર્સલ રેઢા મૂકી દીધા
- 1.66 કરોડની ચાંદી અને ઈમિટેશન જવેલરીના પાર્સલમાંથી માત્ર 69.86 લાખના પાર્સલની લૂંટ ચલાવી : લૂંટમાં વપરાયેલ કાર અને સીસીટીવી ફૂટેજ પર તપાસ કેન્દ્રિત
અમદાવાદથી પોણા બે કરોડના ચાંદી અને ઈમીટેશનના પાર્સલ ભરેલી રાજકોટ આવવા નિકળેલી એચ.એલ. કંપનીની બોલેરો કારને લીંબડી નજીક આંતરી લુંટારુ ગેંગે પોણા બે કરોડના દાગીના ભરેલી બોલેરો કારનીલુંટ ચલાવ્યા બાદ પોલીસે નાકાબંધી કરતા લુંટારુ ગેંગે બોેલેરો કારને કાનપર ગામના પાટિયા પાસે અવાવરુ સ્થળે રેઢી મુકી દીધી હતી જેની તપાસ કરતા પોણા બે કરોડમાંથી માત્ર 70 લાખના જ દાગીનાની લુંટ થયાનું બહાર આવ્યું છે. જ્યારે અડધો અડધ ચાંદી અને ઈમીટેશનના દાગીના ભરેલા પાર્સલ રેઢા મળી આવતા આ લુંટમાં નવાણીયા ગેંગની સંડોવણીની શંકા પરથી પોલીસે તે દીશામાં તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ અમદાવાદ રહેતા અને એચ.એલ. કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા સંજય હાલાભાઈ રબારી ઉ.વ.28 અને ક્લિનર પિયુષ બળદેવભાઈ રબારી તા. 5ના રોજ રાત્રે અમદાવાદથી 1.68 કરોડના ચાંદી અને ઈમીટેશનના દાગીના ભરેલ પાર્સલ બંધબોલેરો પીકઅપમાં ભરી રાજકોટ આવવા રવાના થયા હતાં.
દરમિયાન તા. 6ના રોજ વહેલી સવારે લીંબડી નજીક જનસાળી ગામના પાટિયા પાસે બે કારમાં આવેલા બુકાનીધારી લુંટારુએ બોલેરો સાથે અકસ્માત કરી ઉભી રખાવ્યા બાદ સાત શખ્સોએ ડ્રાઈવર અને ક્લિનરને પિસ્તોલ જેવા હથિયાર બતાવી 1.68 કરોડના ચાંદી અને ઈમીટેશનના પાર્સલ ભરેલી બોલેરો કાર અને મોબાઈલફોનની લુંટ ચલાવી લુંટારુઓ અંધારામાં ઓગળી ગયા હતાં.આ લુંટની ઘટના વખતે હાઈવે પરથી એક ઈકો કાર પસાર થતી હોય તેને આ ઘટના નજરે જોઈ હતી અને લુંટારુની બન્ને કારના પોતાના મોબાઈલમાં ફોટા પાડી લીધા હતાં જ્યારે આ બનાવની પાણસીણા પોલીસ સ્ટેશનમાં જાણ થતાં પીએસઆઈ વાઘેલા સહિતના સ્ટાફે સમગ્ર રાજ્યમાં નાકાબંધી કરી દીધી હતી.
પોલીસે સઘન તપાસ કરતા લુંટાયેલી બોલેરો કાર કાનપર ગામના પાટિયા પાસે આવેલ અવાવરુ જગ્યાએથી મળી આવીહતી જેમાં તેનીતલાશી લેતા 1.68 કરોડના દાગીનાના ભરેલા પાર્સલમાંથી માત્ર 69.86 લાખના ચાંદી અને ઈમીટેશનના પાર્સલની જ લુંટ થઈ હતી જ્યારે બાકીના પાર્સલો બોલેરોમાં જ લુંટારુઓ રેઢા મુકી નાશી ગયા હતાં.પોણા બે કરોડમાંથી માત્ર 70 લાખના માલની જ લુંટ કરવામાં આવી હોય લુંટારુ ગેંગ નવા નિશાળિયા હોવાની શંકા પરથી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે. અને અમદાવાદથી લઈને બગોદરા સુધીના તમામ સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત લુંટારુના બન્ને કારના નંબરના આધારે પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.