ગીરમાં રોડ વિસ્તરણની યોજના નેશનલ બોર્ડે ફગાવી
ગીર અભયારણ્યની પર્યાવરણીય અખંડિતતા જાળવવાના હેતુથી એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા, રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડ (NBWL ) એ ગુજરાતના ગીર-સોમનાથ જિલ્લામાં બામણસાથી જામવાળા રોડના એક ભાગને પહોળો કરવાના પ્રસ્તાવને અટકાવી દીધો છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ માર્ગ અને મકાન વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા રાજ્ય ધોરીમાર્ગ 98ને પહોળો બનાવવાનોપ્રસ્તાવમુકાયો હતો, જેમાં અભયારણ્યમાંથી 1.30 હેક્ટર જંગલ જમીન દૂર કરવા માંગ કરાઈ હતી. અને આ પ્રસ્તાવને રાજ્ય વન્યજીવન બોર્ડ દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી.
આ માટે રાજ્ય વન્યજીવન બોર્ડ અને રાજ્ય સરકારની ભલામણો છતાં, NBWL એ અભયારણ્યના ઇકોસિસ્ટમ માટે સંભવિત જોખમોને ટાંકીને રસ્તાને પહોળો કરવાનો પ્રસ્તાવ ફગાવી દીધો છે. NBWL સ્ટેન્ડિંગ કમિટીની 82મી બેઠકની મિનિટ્સમાં જણાવાયું હતું કે ગીર અભયારણ્ય, જે ભવ્ય એશિયાઈ સિંહોનું ઘર છે, તે વિવિધ પ્રકારના વન્યજીવનને ટેકો આપતું મહત્વપૂર્ણ નિવાસસ્થાન છે. પ્રસ્તાવમાં હાલના કાચાના રસ્તાને ડામર પાથરી મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે. માંસાહારી અને ટોચના શિકારી, એશિયાઈ સિંહ સહિત વન્યજીવનના સંરક્ષણ માટે ગીર એક મહત્વપૂર્ણ મોટું ક્ષેત્રફળ ધરાવે છે.
ત્યાં પ્રમાણમાં સંકુચિત કુદરતી ઇકોસિસ્ટમ છે.વધુમાં જણાવાયું હતું કે ગીરની અંદર ઘણા રસ્તાઓ હતા જે બંધ કરવામાં આવ્યા હતા, અને સમય મર્યાદા લાદવામાં આવી હતી જેના કારણે આ વિસ્તારનું પુનર્જીવન થયું હતું. કોઈપણ માનવ પ્રવૃત્તિ, જે આવા સંકુચિત ઇકોસિસ્ટમમાં વિભાજનનું કારણ બની શકે છે અને વન્યજીવોની હિલચાલમાં ખલેલ અને અવરોધ ઊભો કરી શકે છે, તે વન્યજીવોને ન ભરી શકાય તેવું નુકસાન અને અવક્ષયનું કારણ બને છે. સંરક્ષિત વિસ્તારોમાંથી પસાર થતા રસ્તાઓ અને ભારે ટ્રાફિક વન્ય જીવો ને ખલેલ પહોંચાડે છે, વન્યજીવોની મુક્ત હિલચાલમાં અવરોધો અને વન્યજીવોના કુદરતી નિવાસસ્થાનના વિભાજનનું કારણ બને છે.
આ પ્રસ્તાવનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ભલામણ કરવામાં આવી હતી કે વિસ્તરણને ન મંજૂરી આપવામાં આવે. જેના કારણમાં જણાવાયું હતું કે એક વાર ડામર પાથર્યા બાદ દર વર્ષે રસ્તાની જાળવણી કરવીપડે. આનાથી ક્યારેક આગ લાગી શકે છે.