કથાકાર મોરારિબાપુના ધર્મપત્ની નર્મદાબાનું નિધન, તલગાજરડા ખાતે સમાધિ અપાઈ
02:04 PM Jun 11, 2025 IST | Bhumika
જાણીતા કથાકાર મોરારિબાપુના પત્ની આજે સવારે નિધન નિધન થયું છે. આ સમાચાર મળતા મોટી સંખ્યામાં લોકો તલગાજરડા દોડી ગયા છે.
Advertisement
મળતી માહિતી મુજબ જાણીતા કથાકાર મોરારીબાપુના પત્ની નર્મદાબા ઉ.વ.75નું આજે વહેલી સવારે 1.30 વાગ્યા આસપાસ તલગાજરડા ખાતે નિધન થયું હતુ. તલગાજરડા ખાતે કૈલાશ ગુરૂકુલ આશ્રમમાં જ મોરારીબાપુ તથા તેમના પરિવારજનો અને ગ્રામજનોની હાજરીમા નર્મદાબાની સમાધિની વિધિ યોજાઇ હતી. નર્મદાબાના નિધનના સમાચાર પ્રાપ્ત થતા ભાવિકો મોટી સંખ્યામાં તલગાજરડા દોડી ગયા હતા. નજીકના સુત્રોના કહેવા મુજબ નર્મદાબા અવસ્થાના કારણે છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા અને ગત રાત્રે તેમણે અંતિમ શ્ર્વાસ લીધા હતા. તેમના અવસાનથી પરિવારજનોમા શોકની લાગણી ફેલાઇ છે.
Advertisement
Advertisement