ભરશિયાળે આજી-ન્યારી ડેમમાં નર્મદાનું પાણી ઠલવાશે
રાજકોટ શહેરને પીવાનુ પુરુ પાડતા આજી-1, ન્યારી-1 ડેમ ચોમાસા દરમિયાન ઓવરફલો થાય છતા શહેરની પાણી જરૂરિયાત સામે વર્ષમાં બે વખત ખાલી થઇ જાય છે. જેના લીધે દર વર્ષે બંને ડેમમાં જરૂરિયાત મુજબના નર્મદાનીર સૌની યોજના મારફતે ઠલવવામાં આવે છે. જેમાં આ વર્ષે પણ ન્યારી ડેમ છલોછલ થઇ જવા છતા ભર શિયાળે ડૂકી ગયો છે. ન્યારી ઝોન હેઠળ આવતા વિસ્તારોમાં પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે સિચાઇ વિભાગ પાસે 3150 એમસીએફટી પાણીની માંગણી કરવામાં આવી છે. જેના લીધે જાન્યુઆરી માસથી ન્યારી ડેમમાં નર્મદાનીર ઠલવવાનો પ્રારંભ કરવામાં આવશે. તેમા સિચાઇ વિભાગના વર્તુળો માંથી જાણવા મળેલ છે.
રાજકોટ શહેરની ભવિષ્યની જરૂૂરિયાતોને ધ્યાનમાં રાખીને અને જળાશયોના સ્તર જાળવી રાખવા માટે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. 1 જાન્યુઆરીથી નર્મદાનું પાણી ડેમમાં આવવાથી શહેરવાસીઓને પીવાના પાણીની ચિંતામાંથી મુક્તિ મળશે. રાજકોટ શહેરના પાણીના સંકટને ટાળવા માટે મનપા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી 1 જાન્યુઆરીથી આજી અને ન્યારી ડેમમાં નર્મદા નદીનું પાણી છોડવામાં આવશે. રાજકોટ મનપાએ ઉનાળા દરમિયાન પાણીની તંગી ન સર્જાય તે હેતુથી સિંચાઈ વિભાગ પાસે 3150 MCFT પાણી છોડવા માટે સત્તાવાર માંગણી કરી છે.
હાલમાં રાજકોટ શહેરને મુખ્યત્વે આજી અને ભાદર ડેમમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. જોકે, ભવિષ્યની જરૂૂરિયાતોને ધ્યાનમાં રાખીને અને જળાશયોના સ્તર જાળવી રાખવા માટે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. 1 જાન્યુઆરીથી નર્મદાનું પાણી ડેમમાં આવવાથી શહેરવાસીઓને પીવાના પાણીની ચિંતામાંથી મુક્તિ મળશે.