For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નર્મદા નીરના દરમાં ઝીંકાયો વધારો: નવા ભાવ રૂા.5.02 પ્રતિ હજાર લીટર

05:10 PM Mar 28, 2025 IST | Bhumika
નર્મદા નીરના દરમાં ઝીંકાયો વધારો  નવા ભાવ રૂા 5 02 પ્રતિ હજાર લીટર

2024 સુધી પ્રતિ હજાર લીટરના રૂા.4.87 ચૂકવવામાં આવતા હતાં ભાદરના પાણી અને 2025 પછીના પાણીની ચૂકવણી તેમજ ડિપોઝીટ માટે રૂા.4.43 કરોડ વર્ગફેર કરાશે

Advertisement

રાજકોટ શહેરને પીવાનું પાણી પુરુ પાડતા આજી-1 અને બાદર-1 ડેમમાં આવતું ચોમાસાનું પાણી ત્રણ માસમાં જ ખાલી થઈ જાય છે. બાકીનું આખો વર્ષ સૌની યોજના અંતર્ગત તેમજ પાઈપલાઈન મારફતે નર્મદા નીર વેચાતા લેવામાં આવે છે. જેનું વાર્ષિક કરોડો રૂપિયાનું બીલ સરકાર દ્વારા વસુલવામાં આવી રહ્યુ છે. ત્યારે સિંચાઈ વિભાગની અગાઉ પ્રતિ એક હજાર લીટર 4.87 પૈસા ચુકવામાં આવતા હતાં જેમાં આ વર્ષથી વધારો કરી નવાદર રૂા. 5.02 પૈસા કરવામાં આવ્યો છે. અને આગલા વર્ષના ડિપોઝીટ પેટેના રૂા. 2.18 કરોડ ચુકવવા માટે તેમજ ચાલુ વર્ષની ડિપોઝીટના રૂા. 2.25 કરોડ ચુકવવા માટે તંત્રએ હવે 230 લાખ રૂપિયા વર્ગફેર કરવાની જરૂરિયાત ઉભી થઈ છે અને તેના માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. તેમજ બાદર-1 ડેમમાંથી પાણી ઉપાડવા માટેનું કરારનામું રિન્યુ કરવા માટેની ડિપોઝીટ પણ વર્કફેર કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભાદર-1 જળાશયમાંથી રાજકોટ શહેરને પીવાના હેતુ માટે 11 એમ.જી.ડી. પાણીનો ઉપાડ કરી પમ્પીંગ મારફત ગોંડલ પમ્પીંગ સ્ટેશન પર પહોચાડવામાં આવે છે. અને ગોંડલ પમ્પીંગ સ્ટેશન પરથી પમ્પીંગ દ્વારા આ પાણીને રીબડા ફિલ્ટર પ્લાન્ટ પર પહોંચાડવામાં આવે છે અને ત્યાંથી ફિલ્ટર વોટર રાજકોટ શહેરની પાણી વિતરણ વ્યવસ્થા મુજબ રાજકોટ શહેરમાં વિતરણ કરવામાં આવે છે. જે માટે રાજકોટ મહાનગરપાલિકા અને સિંચાઈ વિભાગ વચ્ચે વર્ષ 1989 માં 30 વર્ષની મુદત માટે કરારનામું કરવામાં આવેલ હતું જેની મુદત તા.18-09-2019 ના રોજ પૂર્ણ થયેલ છે.

Advertisement

ભાદર-1 જળાશયના કરાર રીન્યુ કરવા માટે સિક્યોરીટી ડીપોઝીટ પેટે ગુજરાત સરકારશ્રીના નર્મદા જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના ઠરાવ ક્રમાંક: :ડબ્લ્યુ.ડી.આર/2005/41/પી,તા.03-02-2007 ના ક્લોઝ અનુક્રમ નં.17 અને 20 મુજબ જે તે વર્ષના સામાન્ય દરોથી 90 દિવસ માટેની સિંચાઈ વિભાગને ચુકવવાની થાય છે. જેમાં પ્રતિ એક હજાર લીટરના રૂૂ.4.87 લેખે ગણતરી કરતા (44946 00000/1000* 4.87) કુલ 990 એમ.જી.ડી.ના. રૂૂ. 2,18,88,702.00 (અંકે રૂૂપિયા બે કરોડ અઢાર લાખ અઠયાસી હજાર સાતસો બે પુરા) સિંચાઈ વિભાગને સિક્યોરીટી ડીપોઝીટ તરીકે ચુકવવાની થાય છે. ઉપરોક્ત ગણતરી જે તે નાણાકીય વર્ષ ના રૂૂ.4.87 પ્રતિ એક હજાર લીટર પ્રમાણે છે. માર્ચ-2025 પછી ચુકવણી કરવાની થાય તો નવા દર રૂૂ.5.02 પ્રતિ એક હજાર લીટર પ્રમાણે રૂૂ.2,25,62,892/- (અંકે બે કરોડ પચ્ચીસ લાખ બાસઠ હજાર આઠસો બાણું પુરા) થવા પામે છે.

ઉપરોક્ત વિગતે સિક્યોરીટી ડિપોઝીટ ચુકવવા માટે વોટર મેનેજમેન્ટ યુનિટના બજેટ હેડ પાણી પુરવઠાનો સરકારી ચાર્જ-(સૌની યોજના તથા સિંચાઈ વિભાગ ચુકવણી 1603/48202)માં અપૂરતું બજેટ હોવાથી, પાણી પુરવઠાનો સરકારી ચાર્જ-(ૠઠઈંક ચુકવણી 1602/48202) બજેટ હેડ માંથી નીચેની વિગતે રૂૂ.230.00 લાખ વર્ગ ફેર કરવામાં આવશે.

પાણી સબસીડી પાછળ કરોડોનું આંધણ જવાબદાર
મહાનગરપાલિકા દ્વારા મોંઘાભાવનું પાણી લઈ શહેરની 5.30 લાખ મિલ્કતોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે બજેટમાં પાણી ચાર્જમાં વધારો સુચવવામાં આવે છે. પરંતુ વર્ષોથી પાણીના ચાર્જમાં વધારો થયો નથી. અન્ય માહાનગરપાલિકા કરતા રાજકોટ મહાનગરપાલિકા સસ્તાદરે લોકોને પીવાનું પાણી આપી રહ્યું છે. જેની સામે વર્ષના નવ મહિના નર્મદાનીર ઉપર નભતા મનપાને પાણી પુરવઠા નિગમને વાર્ષિક બીલ ચુકવવામાં આંખે અંધારા આવી જતાં હોય છે અને દિવસે દિવસે નર્મદા નિરના ભાવમાં વધારો પણ થતો જાય છે. આથી પાણી માટે ચુકવાતી સબસીડીના લીધે તંત્રએ પાણીના પૈસા ચુકવવા અન્ય હેડમાંથી વર્કફેર કરવાની ફરજ પડી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement