રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બેડીમાં નર્મદા નીર બંધ: પાણીકાપ ઝીંકાવાનો ભય

06:44 PM Mar 05, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

પાઇપલાઇન મારફતે મળતા નર્મદા નીરની અવેજીમાં પાણી મેળવવા મનપાના પદાધિકારીઓ કુંવરજીભાઇને મળ્યા

Advertisement

રાજકોટ શહેરના પીવાના પાણીના સ્ત્રોત વર્ષોથી એક જ રહયા છે. જેના લીધે શહેરની વસ્તી વધવાના કારણે ચોમાસા દરમિયાન તમામ ડેમ ઓવરફલો થવા છતા નર્મદા નીર આધારીત રહેવુ પડે છે. હાલમા શહેરમા ર0 મિનીટ પાણી વિતરણ માટે આજી 1 ડેમ, ન્યારી 1 ડેમ, ભાદર ડેમ અને બેડી ખાતે પાઇપલાઇન મારફત નર્મદા નીર લેવામા આવી રહયા છે. ત્યારે જ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લી. દ્વારા રીપેરીંગ માટે બે માસ માટે નર્મદા નીર સપ્લાય બંધ કરવાનો નિર્ણય લેવાતા બેડી ખાતે મળતુ 13પ એમએલડી પાણી બંધ થશે તો આગામી દિવસોમા શહેરમા પાણી કાપનો ભય ઉભો થયો છે. જેનાં નિવારણ માટે મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓ કુંવરજીભાઇ બાવળીયાને ગઇકાલે કમલમ ખાતે મળ્યા હતા અને આ મુદે ચર્ચા હાથ ધરવામા આવી હોવાનુ જાણવા મળેલ છે.

રાજકોટ શહેરની પ.30 લાખ મિલકતોને ર0 મિનીટ દૈનિક પાણી આપવા માટે આજી 1 ડેમમાથી 130 એમએલડી તથા ન્યારી 1 ડેમમાથી 140 એમએલડી અને ભાદર ડેમમાથી 3પ એમએલડી પાણી ઉપાડવામા આવી રહયુ છે. તેની સામે બેડી ખાતે પાઇપલાઇન મારફતે દરરોજ 13પ એમએલડી નર્મદા નીર મળી રહયા છે. આ તમામ પાણી થકી શહેરને પીવાની દૈનિક પાણીની સમસ્યા પુર્ણ થાય છે પરંતુ સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા સીપેજ અને લીકેજ પ્રશ્નોનાં રીપેરીંગ માટે બે માસ માટે નર્મદા નીર સપ્લાય બંધ કરવાનો નિર્ણય લેવાતા હાલ આજી અને ન્યારી 1 ડેમ નર્મદા નીરથી ભરવાનુ ચાલુ છે. પરંતુ બેડી ખાતે મળતુ 13પ એમએલડી પાણી બંધ થશે તો પાણી કાપની સમસ્યા ઉભી થવાની છે. જેનાં નિરાકરણ માટે ગઇકાલે મિટીંગ યોજવામા આવી હતી.

સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ સહિતની તમામ બ્રાન્ચ બંધ કરવા માટે જૂન-2024થી અત્યાર સુધી સરકારના વિવિધ વિભાગો જેવા કે ગુજરાત વોટર સપ્લાય એન્ડ સેવરેજ બોર્ડ, ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, નગરપાલિકાઓ અને એનડબલ્યુઆરડીની અનેક મિટિંગો યોજી હતી અને વૈકલ્પિક આયોજન કરી નિગમને જાણ કરવા કહ્યું હતું, પરંતુ એકપણ કચેરીએ વૈકલ્પિક વ્યવસ્થા અંગે જાણ ન કર્યાનું રિપોર્ટમાં જણાવ્યું હતું. જેના પરિણામે નર્મદા નિગમને નાછૂટકે આ નિર્ણય લેવાની ફરજ પડ્યાનું ચિત્ર ઉપસ્યું છે. તેમજ અગાઉ એક માસ માટે પાણી બંધ કરવાનો નિર્ણય કરાયો હતો, પરંતુ નિયત સમયમર્યાદામાં ટેન્ડર અને કામ પૂરા કરવાનું શક્ય ન હોય તેથી બે માસ માટે પાણી બંધ કરવા નિર્ણય કરાયાનું સૂત્રોએ જણાવ્યું છે. આથી આજી, ન્યારી સિવાય બેડી ખાતેથી મળનાર નર્મદા નીર બંધ થશે જેનાં લીધા 13પ એમએલડીની ઘટ પુર્ણ થઇ શકે તેમ ન હોય પાણીકાપનો ભય ઉભો થયો છે.

Tags :
Bedigujaratgujarat newsNarmada Neerrajkotrajkot news
Advertisement
Advertisement