For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નર્મદા ડેમ છલકાવામાં હવે માત્ર છ મીટરનું છેટું, ઉપરવાસમાંથી ચિકકાર પાણીની આવક ચાલું

12:34 PM Aug 10, 2024 IST | Bhumika
નર્મદા ડેમ છલકાવામાં હવે માત્ર છ મીટરનું છેટું  ઉપરવાસમાંથી ચિકકાર પાણીની આવક ચાલું
Advertisement

વરસાદના પાણીની તેમજ ઉપરવાસના ડેમમાંથી છોડાયેલા પાણીની આવક થતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી 132.59 મીટર સુધી પહોંચી છે. આજે સવારે 9:00 વાગ્યા સુધી ડેમમાં કુલ 4.32લાખ કયુસેક પાણીની આવક થઇ છે.

સરદાર સરોવર ડેમની કુલ સંગ્રહશક્તિ 9460 મિલિયન ક્યુબીક મીટર છે. હાલમાં સરદાર સરોવર ડેમમાં સંગ્રહ શક્તિના 40 ટકા એટલે કે, 7560 મિલિયન ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થતા, ડેમમાં પાણીની સપાટી વોર્નિંગ સ્ટેજ પર પહોંચી છે. સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીને વોર્નિંગ સ્ટેજથી ઘટાડવા માટે રીવર બેડ પાવર હાઉસના માધ્યમથી આશરે 43526 કયુસેક પાણીને નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, તેમ સરદાર સરોવર નિગમની યાદીમાં જણાવાયું છે.

Advertisement

ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધી રહી છે. મળતી માહિતી અનુસાર સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે. જેના કારણે નર્મદા ડેમની જળ સપાટી વધી ગઈ છે. સતત પાણીની આવક થવાના કારણે છેલ્લા બે દિવસની અંદર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. પાણીની આવક અને ડેમ ભરાઈ ધીરે ધીરે ભરાઈ રહ્યો છે. જેના કારણે 1200 મેગાવોટ વીજ ઉત્પાદન ધરાવતા રિવર બેડ પાવર હાઉસ ના 4 યુનિટ ચલાવવામાં આવી રહ્યા છે. જ્યારે 250 મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા કેનાલ હેડ પાવર હાઉસના યુનિટ ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ વર્ષે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત ઓગસ્ટ મહિનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે લાગી રહ્યું છે કે આ વર્ષે પણ સરદાર સરોવર નર્મદા ડેમ સપ્ટેમ્બર મહિનામાં તેની મહત્તમ જળ સપાટી 138.68 મીટર સુધી પહોંચી જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement