For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નર્મદા ડેમ 99.99 ટકા ભરાયો, 42 ગામોમાં એલર્ટ

01:01 PM Oct 01, 2024 IST | admin
નર્મદા ડેમ 99 99 ટકા ભરાયો  42 ગામોમાં એલર્ટ

ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમ 99.99 ટકા ભરાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી સતત વધી રહી છે. ઉપરવાસમાંથી મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. હાલ નર્મદા ડેમની સપાટી 138.67 મીટર પર પહોંચી છે.

Advertisement

નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર 1 સેમી બાકી છે. નર્મદા ડેમના ઉપરવાસમાંથી 51,777 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. તો નર્મદા નદીમાં કુલ 50,847 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમનો 1 દરવાજો 1 મીટર ખુલ્લો કરવામાં આવ્યો છે. નર્મદા નદીમાં સતત પાણી છોડવામાં આવતા નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના 42 કાંઠા વિસ્તારના ગામમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. નર્મદા ડેમ મહત્તમ સપાટી ટૂંક સમયમાં વટાવશે. બપોરે 12.39 કલાક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા નીરના વધામણાં કરશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement