રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

FRCમાં નર્યુ ફારસ: રાજકોટ સહિત ચારેય ઝોનમાં રામરાજ

11:34 AM Jul 13, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

હમણા ચૂંટણીઓ નથી એટલે… શાળાઓની ફી નક્કી કરવામાં સરકારના અખાડા

રાજકોટમાં અધ્યક્ષ કે એક પણ સભ્ય નથી, અમદાવાદમાં પણ આવા જ હાલ

વડોદરા-સુરતમાં સભ્યો છે તો અધ્યક્ષ નથી, ફી નિર્ધારણ કમિટીઓની અનૌરસ સંતાન જેવી સ્થિતિ

ચૂંટણી આવે ને વાયદાઓ લાવે અનેક લોભામણી જાહેરાતો કરવામા આવે અને પછી ચૂંટણીઓ જેવી પુરી થાય ત્યારે લાગુ થઈ શકે તો ઠીક નહીં તો અધકચરા પાલનથી લોકોની વાહવાહી મેળવીને જૈસે થે એવા હાલે છોડી દેવામા આવે છે. સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલની ફી નક્કીક રવામામાં હાલ રામ રાજ્ય ચાલી રહ્યું છે.

વર્ષ 2017માં ગુજરાતમાં ડીસેમ્બર મહિનામાં ચુંટણીઓ આવવાની હતી પાટીદાર આંદોલનની આગ હજુ સરકારને હજુ અકળાવટી હતી. ત્યારે જ કોઈ ‘ડાહ્યા’ અધિકારીએ સલાહ આપી કે શિક્ષણને લગતુ મોટુ કાર્ય કરવાની જાહેરાત કરીએ જેથી સંતાનોના ભણતર માટે ચિંતીત વાલીઓને ‘રાહત’ અને સરકારને ફરી ચુટાવા માટે ‘મત’ મળશે અને ફલશ્રુતિમાં તત્કાલીન મંત્રી દ્વારા વિધાનસભામાં ગુજરાત સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ (રેગ્યુલેશન ઓફ ફી બીલ)-2017 રજુ કરી દેવામાં આવ્યું સરકારે ગુજરાત રાજ્યની સેલ્ફ ફાયનાન્સ સ્કૂલોને ચાર ઝોન હેઠળ આવરીને કમિટીઓ બનાવી નાખી.

રાજ્યના ચાર ઝોન અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં એક નિવૃત જજની અધ્યક્ષતામાં ચાર-ચાર સભ્યોને સમાવેશ થાય છે. જેમાં ચાર્ટડ એકાઉન્ટ, એક સિવિલ એન્જિનિયર, એક ખાનગી શાળાના પ્રતિનિધિ અને એક શિક્ષણશાસ્ત્રીનો સમાવેશ થાય છે.

હાલમાં પરીસ્થિતિ એવી છે કે, રાજ્યના ચારેય ઝોનમાંથી બે જગ્યાએ સભ્ય પણ નથી અને અધ્યક્ષ પણ નથી. હજારો શાળાઓની અરજી પેન્ડિંગ છે પણ કમિટિમાં કોઈ છે જ નહીં તો નિર્ણય કોણ કરે?રાજકોટ ઝોનમાં બે મહિલા પહેલા અધ્યક્ષ પ્રજ્ઞા અગ્રવાત બાદ હજુ સુધી કોઈની નિમણુંક થઈ શકી નથી. 10 મહિના પહેલા શિસ્ત્ર શાસ્ત્રી સભ્ય તરીકે એ.એ. સેતા, સ્કૂલોના પ્રતિનિધિ અજય પટેલ, સી.એ. ગીરીશ દેવલિયા અને એન્જિનિયર ડી.મીરણીનો કાર્યકાળ પણ પુરો થઈ ગયો છે.

અમદાવાદ ઝોનમાં ગઈકાલે જ એકમાત્ર સભ્ય સી.એ. ભરત પટેલને શિક્ષણ વિભાગે પાણીચુ પકડાવી દેતા અમદાવાદની હાલત પણ રાજકોટ ઝોન જેવી છે.હાલ રાજ્યમાં ચારેય ઝોનમાંથી એક પણ જગ્યાએ કમિટિના અધ્યક્ષ નથી વડોદરા અને સુરત ઝોનમાં પણ સભ્યો હોવા છતાં અધ્યક્ષ ન હોવાથી હજારો શાળાની અરજીઓ મંજુરી વાંકે અટકી પડી છે.

સત્ર ચાલુ પણ હજુ રાજકોટ ઝોનની 600થી 700 સ્કૂલોની ફી નક્કી કરવાની બાકી

સરકાર દ્વારા સમયસર કામગીરી ન કરવાને લીધે બે મહિનાથી કમિટીના અધ્યક્ષની જગ્યાખાલી છે હાલમાં રાજકોટ ઝોનમાં આવતા 10 જીલ્લાની 600થી 700 સ્કૂલોની ફી નિર્ધારીત કરવા માટેની અરજીઓ પેન્ડિંગ છે. રાજકોટ ઝોનમાં અંદાજીત 5000 જેટલી શાળાઓ છે. જેમાંથી 4000 જેટલી શાળાઓની ફી નિયમની અરજીઓ મંજુર કરી દેવામાં હતી. આ મંજુર કરાવેલ ફીમાં 5થી 10 ટકા જેટલો વધારો મંજુર કરવામાં આવ્યો હતો.

Tags :
FRCgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement