For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નરેશ પટેલનો જન્મદિવસ બન્યો સેવાનો મહાયજ્ઞ

11:10 AM Jul 12, 2024 IST | Bhumika
નરેશ પટેલનો જન્મદિવસ બન્યો સેવાનો મહાયજ્ઞ
Advertisement

1500થી વધુ રકતદાતાઓએ રકતદાન કરી સેવાના મહાયજ્ઞમા આહુતિ આપી: ખોડલધામ કેન્સર હોસ્પિટલ સાઇટ ખાતે કરાયું વૃક્ષારોપણ

વર્ષોથી પોતાના જન્મદિવસને સમાજ સેવામાં સમર્પિત કરીને જરૂૂરિયાતમંદોને ઉપયોગી બનવાની નેમ સાથે ઉજવણી કરનાર એવા શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના પ્રણેતા અને જેમની અનેક વખત રક્તતુલા થઈ છે તેવા નરેશભાઈ પટેલનો જન્મદિવસ અવિસ્મરણીય અને યાદગાર બની રહ્યો. 11 જુલાઈ, 2024 ને ગુરુવારના રોજ પોતાના 59 વર્ષ પૂર્ણ કરીને 60મા વર્ષમાં મંગળ પ્રવેશ કરનાર નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજકોટ શહેરના સરદાર પટેલ ભવન ખાતે સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં 1500થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરીને શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસે યોજાતા આ સેવાના મહાયજ્ઞમાં આહૂતિ આપી હતી. સર્વ સમાજના ભાઈઓ-બહેનોએ રક્તદાન કરીને શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસને અવિસ્મરણીય અને યાદગાર બનાવ્યો હતો અને સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Advertisement

નરેશભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષથી મારા જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં અત્યાર સુધી હજારો લોકોએ રક્તદાન કર્યું છે ત્યારે આજના દિવસે આ તમામ રક્તદાતાઓ, આયોજકો અને મારા મિત્રમંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.

મેગા બ્લડ ડોનેશન કેમ્પની સાથે સાથે સંગઠન અને ટ્રસ્ટીમંડળની એક મીટીંગનું આયોજન કરાયું હતું. જેમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ઉપપ્રમુખ તુષારભાઈ લુણાગરીયાએ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ, શ્રી ખોડલધામ મંદિર ટ્રસ્ટ, શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ અને શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન- વેરાવળ સોમનાથનામાળખા અંગે માહિતી આપી હતી. જ્યારે શ્રી ખોડલધામ મંદિર ટ્રસ્ટના ઉપપ્રમુખ ચિરાગભાઈ શિયાણીએ ખોડલધામની વિવિધ સમિતિઓના માળખાની માહિતી આપી હતી અને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના પ્રવક્તા હસમુખભાઈ લુણાગરીયાએ શ્રી ખોડલધામના વિવિધ ઝોનમાં કાર્યરત સંગઠનના માળખાની માહિતી આપી હતી. ટ્રસ્ટી અનારબેન પટેલે પણ પોતાના સંબોધનમાં આગામી દિવસોમાં સંગઠનના માધ્યમથી વધુને વધુ સમાજલક્ષી કાર્યો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ મીટીંગમાં નરેશભાઈ પટેલે ઉપસ્થિત ટ્રસ્ટીઓ અને ક્ધવીનરઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ આગામી દિવસોમાં રાજકોટ નજીક બની રહેલી શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના કામમાં લાગી જશે અને ઝડપથી આ હોસ્પિટલ સર્વ સમાજના લાભાર્થે નિર્માણ પામે તે દિશામાંપ્રયત્નશીલ રહેશે.શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર (ગામ- અમરેલી) સાઈટ ખાતે વૃક્ષારોપણ કરાયું.

નરેશભાઈ પટેલના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂૂપે શ્રી ખોડલધામ લીગલ સમિતિ-રાજકોટ દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમના સહયોગથી ગત તારીખ 9 જુલાઈને મંગળવારના રોજ શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર (ગામ-અમરેલી) સાઈટ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં નરેશભાઈ પટેલે ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કર્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં નરેશભાઈ પટેલ, ટ્રસ્ટીઓ, ક્ધવીનરઓ, લિગલ સમિતિના તમામ સભ્યો સહિતના લોકોએ હાજરી આપી હતી અને વૃક્ષારોપણ કરીને વૃક્ષોને ઉછેરવાનો સંકલ્પ લીધો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement