નરેન્દ્ર મોદીએ ઘટનાસ્થળ અને સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી
એરપોર્ટથી સીધા બી.જે.મેડિકલ કોલેજની હોસ્ટેલે પહોંચ્યા, ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી ઘાયલોની સ્થિતિની જાણકારી મેળવી
પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા દુર્ઘટના સ્થળે જવા રવાના થયા હતા અને ત્યારબાદ તેઓ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોને પણ મળ્યા હતા, સીએમ ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને સી.આર.પાટીલ પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. દુર્ઘટના સ્થળની મુલાકાત લઈને પીએમ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે.
પીએમ નરેન્દ્ર મોદીએ સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી છે, પીએમની સાથે કારમાં હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હતા. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ પણ વડાપ્રધાન સાથે આવ્યા છે. તો આ વિમાન દુર્ઘટનામાં હજી મૃત્યુનો આક વધવાની આશંકા છે. સિવિલ હોસ્પિટલમાં ડોકટરોની ટીમ સતત ઈજાગ્રસ્તોની દેખરેખ રાખી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડીંગના ત્રીજા માળ ઉપર પહોંચ્યા હતા. ત્યાં જઈને તેમણે એક માત્ર બચેલા રમેશકુમાર સાથે મુલાકાત કરી હતી અને તેમની સ્થિતિની જાણકારી મેળવી હતી ત્યારબાદ તેઓ સ્વજન ગુમાવનાર પરિવારજનોને મળ્યા હતાં અને સાંત્વના પાઠવી હતી.