For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કૃષ્ણનગરમાં ધાર્મિક સ્થળ નજીક ગૌમાતા સાથે નરાધમ શખ્સનું અધમ કૃત્ય

12:02 PM Sep 10, 2024 IST | Bhumika
કૃષ્ણનગરમાં ધાર્મિક સ્થળ નજીક ગૌમાતા સાથે નરાધમ શખ્સનું અધમ કૃત્ય
Advertisement

ગૌમાતા સાથે અમાનુષી ત્રાસ ગુઝારી ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય કરનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાતાં ચોમેરથી ફિટકાર

જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં એક શખ્સ દ્વારા જધન્ય અપરાધ કરવામાં આવ્યો છે, અને સમાજ જીવનમાં ખૂબ જ શર્મસાર કરનાર કિસ્સાને લઈને ચોમેરથી ફિટકારની લાગણી વરસી રહી છે.સનાતન ધર્મમાં ગૌ માતા ને પવિત્ર માનીને તેની પૂજા કરવામાં આવે છે, તેમ છતાં ગૌ માતા સાથે અમાનુષી કૃત્ય કરી ત્રાસ ગુજરી ધાર્મિક લાગણી દુભાવવા અંગે એક શખ્સ સામે ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક નજીક પ્રવીણ દાઢી ની વાડી પાસે સરસ્વતી સોસાયટી શેરી નંબર ત્રણમાં રહેતો જગદીશ પરબતભાઈ નસીત નામનો પટેલ શખ્સ કે જેણે ગઈકાલે પરોઢિયે ચાર વાગ્યે એક એવો અપરાધ કર્યો હતો, કે સૌ કોઈ તેની સામે ફિટકારની લાગણીથી જોઈ રહ્યા છે.

કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા એક ધાર્મિક સ્થળ ની નજીક રાત્રીના સમયે ઉભેલી ગૌ માતા કે જે હિન્દુ સમાજમાં ગાયને પવિત્ર માનવામાં આવે છે, અને તેની પૂજા કરવામાં આવે છે. તેમ છતાં ગૌમાતા સાથે આમાનુષી ત્રાસ ગુજારી ધાર્મિક લાગણી દુભાય તેવું દુષ્કૃત્ય આચાર્યું હતું. જે અંગેના વિડીયો ગઈકાલે સમગ્ર દિવસ ભર શહેરમાં વાયરલ થયો હતો, અને આ વિડીયો જોનાર સૌ લોકોએ નરાધમ શખ્સ સામે ફિટકારની લાગણી વરસાવી રહ્યા હતા.

દરમિયાન સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, અને જામનગરના સીટી સી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.બી. બથવાર સરકાર પક્ષે જાતે ફરિયાદી બન્યા હતા, અને ગૌમાતા સાથે અણછાજતું વર્તન કરનાર જગદીશ પરબતભાઈ નસીત સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં તેની સામે બી એન એસ ની કલમ 299 તેમજ પશુ પ્રત્યે ઘાતકી પણાની સને 1960 ની કલમ 11(1), (6) મુજબ ગુનો નોંધ્યો છે. આ બનાવ ને લઈને શહેરભરમાં ભારે ચકચાર જાગી છે.

ગુજરાત મિરરના પ્રયાસથી હિન્દુ સેના સક્રિય
જામનગર શહેરમાં ગૌમાતા સાથે થયેલા એક અમાનવીય અત્યાચારની ઘટનાએ લોકોમાં રોષની જ્વાળા ફેલાવી દીધી છે. આ ઘટનાની જાણકારી સ્થાનિક વ્યક્તિ અને વિકલાંગ દિનેશભાઇએ ગુજરાત મિરરને આપી હતી. તેઓ ભગવતી ઇલેક્ટ્રિકની દુકાન ચલાવે છે. ગુજરાત મિરર દ્વારા આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જામનગરમાં કાર્યરત હિન્દુ સેનાના પ્રમુખ પ્રતીકભાઈ ભટ્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વિડિયોમાં દર્શાવવામાં આવેલા અમાનવીય અત્યાચારને જોઈને પ્રતીકભાઈ ભટ્ટ ગુસ્સે થઈ ગયા અને પોલીસ તંત્રને આરોપીને શોધી કાઢવા માટે સક્રિય ભૂમિકા ભજવવા માટે કહ્યું. તેથી પોલીસ ખૂદ ફરિયાદી બની, આ કેસ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને એલસીબીની મદદથી ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો. આ ઘટનામાં હિન્દુ સેનાએ ફરી એકવાર પોતાની સક્રિય ભૂમિકા નિભાવીને ધર્મના રક્ષક બનવાની સાબિતી આપી છે. હિન્દુ સેનાના પ્રમુખ પ્રતીકભાઈ ભટ્ટે આ ઘટનાને ગંભીર ગણાવીને કહ્યું કે, નસ્ત્રગૌમાતાને હિંદુ ધર્મમાં માતા સમાન માનવામાં આવે છે. આવા અમાનવીય અત્યાચારને સહન કરી શકાય નહીં. અમે પોલીસ તંત્રને આરોપીને કડકમાં કડક સજા આપવાની માંગ કરીએ છીએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement