For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આહીરાણીઓના મહારાસ માટે 800 વીઘામાં ઊભું કરાયું નંદધામ

05:39 PM Dec 21, 2023 IST | Bhumika
આહીરાણીઓના મહારાસ માટે 800 વીઘામાં ઊભું કરાયું નંદધામ

સમગ્ર આયોજનની તૈયારીઓ અંતિમ તબક્કામાં: તા.23-24 ડિસેમ્બરના રોજ યોજાનાર મહારાસની કંકોત્રીઓ દેવાલયો, અગ્રણીઓ સુધી પહોંચાડાઈ: આહીર સમાજમાં અદમ્ય ઉત્સાહ: સેંકડો આગેવાનો આયોજનમાં જોડાયા

Advertisement

રાજાધિરાજ કૃષ્ણની કર્મભૂમિ એવી દ્વારિકામાં હજારો આહિરાણીઓ એક સાથે મહારાસ રમશે આ મહારાસનો હેતુ 5000 વર્ષ પહેલાના ઇતિહાસને ફરી વાગોળીને જીવંત કરવાનો અને સમાજ માં એકતા લાવવાનો છે.આ આયોજનના ભાગરૂૂપે અખિલ ભારતીય આહિરાણી મહારાસ રાજકોટ કમિટી દ્વારા રાજકોટ શહેર અને તમામ તાલુકાઓમાં જઈ મહારાસ વિશેની માહિતી આપી અને આહીરાણીઓ દ્વારા ખૂબ જ ઉત્સાહભેર રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લામાંથી 3700 થી પણ વધુ બહેનોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. મહારાસની પૂર્વ તૈયારી રૂૂપે હોટલ સિઝન્સ રાજકોટ ખાતે ડેમોરાસ કરવામાં આવ્યો હતો.. દ્વારકાથી આમંત્રણ પત્રિકા આવતા ભગવાન શ્રીકૃષ્ણના આ મહારાસ નું આમંત્રણ રાજકોટ આહીર બોર્ડિંગ ખાતે આગેવાનો સમાજ શ્રેષ્ઠીઓને અને દેવાયત બાપુ બોદર ની પ્રતિમાએ તથા રાજકોટના વિવિધ ધાર્મિક સ્થળોએ આપવામાં આવ્યું અને ઘરે ઘરે પહોંચતું કરવમા આવ્યું.

અખિલ ભારતીય આહિરાણી મહારાસના નેજા હેઠળ આગામી તારીખ 23 આવ્યું અખિલ અને 24 ડિસેમ્બરના રોજ આ મહારાસ રમવા માટે નાના મોટા સૌ ઉત્સુક છે રાજકોટ ખાતેથી 15 થી વધુ બસમાં અને અનેક ખાનગી વાહનોમાં આહીર સમાજના મહારાસમાં ભાગ લેનાર બહેનો અને તેમના પરિવારજનો દ્વારકા જવા રવાના થશે. આ મહારાસમાં ભારતના જુદા જુદા રાજ્યો ઉપરાંત વિશ્વ આખાના દેશોમાંથી આહીરાણીઓ ઊમટી કૃષ્ણ ભક્તિમા લીન થઈ આહીર સમાજ ના પરંપરાગત પહેરવેશમાં મહારાસ રમી આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બનશે મહારાસમાં ભાગ લેનાર તમામ બહેનો ને શ્રીમદગીતાજી ભેટ અપાશે, રાજકોટનુ પવિત્ર જલ અને માટી આગેવાનો લઈને જશે આ રીતે ગુજરાતના તમામ જીલ્લાની માટી અને જલ મંગાવી પૂજન કરી એક લોહીયા આહીર કાર્યક્રમ યોજાશે ઉપરાંત દ્વારકાધીશજી ને ધજા ચડાવવી, કચ્છના બહેનો દ્વારા હસ્તકલા એક્સ્પો, માયાભાઈ આહીર અને નામાંકીત કલાકારનો લોકડાયરો, વિશ્વ શાંતિ રેલી, વ્યસન મુક્તિ ઝુંબેશ, મહાપ્રસાદ વગેરે કાર્યક્રમો યોજાશે આ માટે દ્વારકા ખાતે નાગેશ્વર રોડ પર 800 વીઘા જમીનમાં ભવ્ય નંદ ધામ ઉભું કરવામાં આવ્યું છે વિશાળ ડોમ આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને લાઇટિંગ તથા ભાતીગળસંસ્કૃતિને ઉજાગર કરે તેવી રીતે શણગારવામાં આવ્યું છે. હજારોની સંખ્યામાં સ્વયંસેવકો આ કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. રાજકોટ જીલ્લા નાં ભાઈઓ દ્વારા દિવ્ય મહારાસ સમયે બેઠક વ્યવસ્થા ઉપરાંત સમગ્ર આયોજન દરમિયાન ચા-પાણી વ્યવસ્થા માં સેવા આપવામાં આવશે. આ મહારાસમાં 1 લાખથી પણ વધુ આહીરો ઉમટી પડશે ઉતારા માટે આયોજકો દ્વારા દ્વારકા ના લગભગ તમામ સમાજના સમાજભવન બુક કરી લીધાં છે.અખીલ ભારતીય આહીરાણી મહારાસ સમિતિ દ્વારા આહીર સમાજ ના અગ્રણીઓ ના માર્ગદર્શન હેઠળ પુરજોશમાં તૈયારી ચાલી રહી છે.

Advertisement

તા.23-24ના રોજ યોજાનારા કાર્યક્રમો
તા. 23-12-23 બપોરે 3 વાગ્યાથી ઉદ્ઘાટન બીઝનેશ એક્સ્પો તથા હસ્તકલા ઉદ્યોગ પ્રદર્શન, સાંજે 6 વાગ્યાથી સમૂહ મહાપ્રસાદમ સાંજે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી વ્રજવાણીના રાસ-ગરબા તથા કૃષ્ણકીર્તન, (વ્રજવાણીની અતિઉજળા દિવ્યરાસના દ્વારીકામાં દર્શનના ભાવથી સાતવિસુ આહિરાણીઓનો મહારાસ તથા વિવિધ કૃષ્ણભાવના રાસ તથા કિર્તન, રાત્રે 11 વાગ્યાથી લોક ડાયરો-માયાભાઈ આહીર તથા તા. 24ના રોજ સવારે 5 વાગ્યે (બ્રહ્મમુહુર્તે) મહારાસમાં શ્રી કૃષ્ણ તથા દેવોનું આહવાન, સવારે 7 વાગ્યે બી.કે. ઉષાદીદી-આબુ ગીતા સંદેશ અને નારી તુ નારાયણીનો સંદેશ, 8:30થી 10 મહારાસ, 10થી 10:30 એકલોહીયા આહિર, 10:30થી 11 સામાજીક સંદેશૉ, 11 કલાકે વિશ્ર્વશાંતિ રેલી તેમજ બપોરે 1થી 3 સમુહ મહાપ્રસાદમનું આયોજન થયું છે. અત્રે એ નોંધનિય છે કે, દેહશુધ્ધીના ભાવથી દ્વારકાધીશ મંદિર પરીસર તથા નગરબજારોનું સફાઈકાર્ય તા. 21ના રોજ બપોરે બે વાગ્યે આહિર સમાજના લોકો દ્વારા કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement