રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નાનામવા જયભીમનગર પી.પી.પી. યોજનાનો વિરોધ: મનપામાં સૂત્રોચ્ચાર

05:35 PM Mar 04, 2024 IST | admin
Advertisement

રાજકોટના નાનામવા સર્વે નં. 123 પૈકીની ટીપી સ્કીમ 20માં એફ.પી. નંબર 54-બી ઉપર જયભીમનગરમાં પીપીપી યોજના અંગેનું ટેન્ડર કરાતા સ્થાનિકોએ આજરોજ મહાનગરપાલિકાની સેન્ટ્રલઝોન કચેરી ખાતે આવેલ ગરીબ અને મજુર વર્ગના લોકોના ઘર તથા ધંધાવાળી જગ્યા ઉપર ઈરાદા પૂર્વક પીપીપી યોજના લાગુ કરવામાં આવી ભૂમાફિયા બિલ્ડરોને લાભ આપવામાં આવે તેમ જણાવી ભીમનગરના સ્થાનિકોને સુત્રોચ્ચાર સાથે મ્યુનિસિપલ કમિશનરને પીપીપી યોજનાનું ટેન્ડર રદ રકવાની રજૂઆત કરી હતી.

Advertisement

જયભીમ નગરના રહેવાસીઓએ આજરોજ કોર્પોરેશન કચેરી ખાતે આવી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી જણાવેલ કે, સદરહું પી.પી.પી. આવાસ યોજના-2013 નું અગાઉ સને-2014 થી રજુઆતો અને કોર્ટ કાર્યવાહી ચાલું હોવા છતાં પી.પી.પી. યોજના-2013 માં ગરીબ અને મજુર એન શ્રમજીવી અનુ. જાતિના પછાત વર્ગના લોકોના ઘર તથા ધંધા રોજગારવાળી જગ્યા ઉપર ઈરાદા પૂર્વક પી.પી.પી. યોજના-2013 ભીમનગરના ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે. જે મુળ ટેન્ડર પ્રક્રિયાને લાગુ કરાવી પોતાના માનીતા ભૂમાફીયા બિલ્ડરોને લાભ અપાવવાના ગુપ્ત સાજીસના ભાગરૂૂપે મુડીવાદી જમીન માફીયાઓને આર્થીક લાભ અપાવવા ટેન્ડર પ્રક્રિયા અમલ કરાવતા હોય તેવું તા.14/02/2023 ના રાજકોટ મ્યુનિ. કોર્પો. ની સાઈટમાં જણાય આવે છે. જેથી નીચે મુજબના મુદાઓ અને રજુઆતને ધ્યાને લઈ પી.પી.પી. યોજના-2013 ને રદ કરવા વિનંતી કરવામાં આવે છે.

આ પી.પી.પી. યોજના-2013 મહાનગરપાલીકા પાસે બીજી ખુલ્લી જગ્યા હોવા છતાં હાલની પી.પી.પી. યોજના-2013 માં ગરીબ અને મજુરવર્ગના અનુ.જાતિના શ્રમજીવી લોકોના ઘર તથા ધંધા રોજગાર વગરના કરવા આ જગયા ઉપર ઈરાદાપૂર્વક પી.પી.પી. યોજના-2013 જયભીમનગરમાં સહમતી વગર, જબરજસ્તી અમલ કરવામાં આવેલ છે. અને એક ચોકકસ અનુ.જાતિના લોકોની રહેઠાણની જમીન ઉપર અને સદરહું લોકો ઘણા લાંબા સમયથી " પીશ ફુલ અને સેટલ પઝેશન ’ ધરાવતાં હોવા છતાં તેમજ રાજકોટના મહે. સીનીયર સીવીલ જજની કોર્ટ સમક્ષ સ્પે, સીવીલ એપ્લીકેશન નં. 239/2015 થી દાવો પેન્ડીંગ અને અગમ્ય કારણોસર ફરીથી તે જ દાવો દી. કેસ નં. 2219/2023 થી ફરી ફાઈલે લેવા અરજ ગુજરવામાં આવેલ છે. અને હાલ ન્યાય નિર્ણય માટે પેન્ડીંગ હોવા છતાં દાવો કોર્ટમાં સબ જયુડીશ હોય અને સદરહું દિવાની દાવાના કામે નામ. અદાલત દવારા તા. 11/10/2015 ના રોજ સદરહું ભીમનગરની સ્થળ સ્થિતિનું પંચનામુ કરવામાં આવેલ છે. જેમાં રાજકોટ મ્યુનિ. કોર્પો. ના અધિકારીશ્રી અને મહે. કલેકટર કચેરીના અધિકારીશ્રી તેમજ અન્ય અધિકારીશ્રી અને પંચોની રૂૂબરૂૂમાં આખા વિસ્તારની સ્થળ સ્થિતિ અને રોડ, રસ્તા અને નળ, લાઈટ પાણી, વીજ પોલ અને ટેલીફોન પોલ સહીતની તમામ સુવિધા સાથ સદરહું જમીન ઉપર અરજદારોના કબજા ભોગવટાવાળા મકાનોની સ્થળ સ્થિતિ દર્શાવતું પંચનામું કરવામાં આવેલ છે. જેમાં ઉપરોકત તમામ પ્રાથમીક સુવિધાઓ સભર વિસ્તાર છે. રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન અને મહે. કલેકટર કચેરીના અધિકારીશ્રીઓ સારી જાણે છે. અને નામ અદાલતના ઉપરોકત દી. કેસ નં. 239/2015 ના કામે આંક 14/3 થી રેકર્ડ ઉપર રજુ છે.

તંત્રએ ઓફિસમાં બેસી મનઘડત નિર્ણય લીધો
જયભીમ નગરની જમીન નાનામૌવા ગ્રામ પંચાયતમાં આવતી હોય અને સમય જતાં નાનામોવાને રાજકોટ ભેળવી દેવાતાં અને ટી.પી.ના રોડ રસ્તા વિગેરે અમોની જાણ બહાર લાગું કરવામાં આવેલ છે. અને સદરહું ભીમનગરની જમીન રાજકોટમાં ભળતાં અને ટી.પી. શાખા દવારા ટી.પી.-20 નું આયોજન કરવામાં આવેલ અને એ મુજબ અનામત પ્લોટ નં. 54 તથા 54 બી તથા 55/પૈકી ના પ્લોટનું આયોજન કરવામાં આવેલ અને જેને એસ.ઈ. ડબલ્યુ.એસ. માં સમાવેશ કરી દેવામાં આવેલ. જે તમામ આયોજન ટી.પી. શાખાના અધિકારી/ કર્મચારીશ્રીઓએ સ્થળ સ્થિતિનું મકાનોનું પરીક્ષણ, નિરીક્ષણ કર્યા વગર જ ઓફીસમાં ટેબલ ઉપર બેસી પોતાની રીતે મનઘડત રીતે પોતાની રીતે અણધણ આયોજન કરવામાં આવેલ છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement