રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નાનામવા સર્કલે 118 કરોડનો પ્લોટ ખાલસા કરવા દરખાસ્ત તૈયાર

05:46 PM Feb 13, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

મહાનગરપાલિકાની અન્ય આવકો પૈકી અનામત મળેલા પ્લોટના વેચાણથકી પણ દર વર્ષે ઉભી કરવામાં આવતી હોય છે. જે અંતર્ગત નાનામૌવા સર્કલ ઉપર આવેલ સોનાની લગડી જેવો 9438 ચો.મી.ના પ્લોટની તા. 25-3-21ના રોજ જાહેર હરરાજી કરી 118 કરોડમાં વેચાણ કરવામાં આવ્યું હતું. ખરીદનારે 16.81 કરોડ ચુકવ્યા બાદ આ જ સુધી બાકીની રકમ જમા ન કરાવતા મનપાએ અનેક વખત નોટીસો આપી છતાં જવાબ નહીં આપતા હવે છેલ્લી નોટીસ આપી રવિવાર સુધીની મુદત આપવામાં આવી હતી. જે અંતર્ગત ગઈકાલે બપોર બાદ ખરીદનારને બોલાવામાં આવેલ પરંતુ કોકડાનો ઉકેલ નહીં આવતા કમિશનરે પ્લોટ ખાલસા કરવા માટે ટાઉન પ્લાનીંગ વિભાગને દરખાસ્ત તૈયાર કરવાની સુચના આપી છે. આથી સાંજ સુધીમાં દરખાસ્ત તૈયાર થઈ જવાની સંભાવના જોવાઈ રહી છે અને આગામી સ્ટેન્ડિંગમાં પણ રજૂ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.

મહાનગરપાલિકાએ નાનામૌવા સકર્લ પાસે હરાજીથી વેચેલ 118 કરોડના પ્લોટના નિયમ મુજબ પ્રથમ 16.81 કરોડ ખરીદનારે ચુકવ્યા હતાં. ત્યાર બાદ છ માસમાં બાકીની રકમ જમા કરાવવાની રહેતી હતી પરંતુ ખરીદનારે કોર્ટ કેસ ઉભા કરી તેમજ બહાના બતાવી અઢી વર્ષનો સમય વિતાવી નાખતા ભારે દેકારો બોલી ગયો હતો અને ખરીદનાર સાથે રાજકારણીઓ પણ હોવાની ચર્ચા જાગેલ. ત્યાર બાદ મનપાએ પણ નિયમ મુજબ ખરીદનારને વખતો વખત નોટીસ આપી બાકીની રકમ જમા કરાવવાની સુચના આપી હતી. છેલ્લા અઢી વર્ષથી મહાનગરપાલિકા બાકી રહી ગયેલા 101 કરોડની ઉઘરાણી કરી રહી છે. છતાં ખરીદનારે આજ સુધી મચક ન આપતા એક સપ્તાહ પહેલા અંતીમ નોટીસ આપી હતી. અને ખરીદનારે આરોગ્યનું બહાનું બતાવી હાજર રહ્યા ન હતાં. તેમજ ગઈકાલે પણ બપોર બાદ તેમને બોલાવવામાં આવેલ પરંતુ ખરીદનારે પેમેન્ટ અંગે જવાબ ન આપતા હવે પ્લોટ ખાલસા કરવાની દરખાસ્ત તૈયાર કરી સ્ટેન્ડિંગ કમિટિને મંજુરી માટે મોકલવામાં આવશે. કમિશનરની સુચના બાદ ટાઉન પ્લાનિંગ વિભાગે દરખાસ્ત તૈયાર કરવાનો પ્રારંભ કર્યો છે. સાંજ સુધીમાં તૈયાર થઈ જશે તેમ જાણવા મળે છે.

નાના મૌવા સર્કલ ખાતેનો પ્લોટ હરાજીથી મેળવ્યા બાદ બિલ્ડરે નિયમ મુજબના પ્રથમ હપ્તાના રૂા. 16.81 કરોડ ચુકવી દીધા હતા ત્યાર બાદ 6 માસમાં પુરે પુરી રકમ ચુકવવાની હતી છતાં અઢી વર્ષના ગાળામાં એક પણ રૂપિયો જમા કરાવેલ નથી. જેથી જાન્યુઆરી માસમાં અંતિમ નોટીસ આપવામાં આવી હતી. જેમાં બિલ્ડરે હોસ્પિટલનું બહાનુ આગળ ધર્યુ હતું. અને આજ સુધી તેનો જવાબ આપ્યો નથી. આથી ટાઉન પ્લાનીંગ વિભાગે છેલ્લી નોટીસ સાત દિવસની આપી છે. જેની મુદત આવતી કાલે પૂર્ણ થવાની છે. પરિણામે સોમવારે રકમ ન મળતા હવે દરખાસ્ત તૈયાર કરી પ્લોટ ખાલસા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ખરીદનાર સ્ટે નહીં લઈ શકે
મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ નાનામૌવા સર્કલ પાસે 2021માં વેચાણ કરેલ પ્લોટનાબાકી રહેલા 101 કરોડ આજ સુધી જમા ન થતાં બિલ્ડર વિરુદ્ધ પ્લોટ ખાલસા કરવાની તૈયારી આરંભવામાં આવી છે. આજે આ જમીનનો ભાવ 180થી 200 કરોડ રૂપિયા અંદાજવામાં આવી રહ્યો છે. આ સ્થિતિમાં નિયમોનુસાર જમીન હરાજી રદ કરીને નવેસરથી હરાજી થઈ શકે તે માટે અને ફરી વખત ખરીદનાર દ્વારા કોર્ટ મેટર ઉભી કરી સ્ટે લઈ ફરી વખત સમય બરબાદ ન કરી શકે તે માટે મનપાએ કોર્ટમાં કેવીએટ દાખલ કરી છે.

રાજકારણ ખેલાશે કે કેમ?
મનપાએ નાનામૌવા સર્કલ પાસે 118 કરોડમાં વેચેલ પ્લોટના પૈસા આજ સુધી નહીં આવતા અંતે પ્લોટ ખાલસા કરવાનો નિર્ણય લઈ દરખાસ્ત તૈયાર કરવાની સુચના આપવામાં આવી છે. પરંતુ સ્ટેન્ડીંગ કમિટિમાં દરખાસ્ત મંજુર થશે કે કેમ તે અંગે અત્યારથી ચર્ચા જાગી છે. કારણ કે, અનેક બહાના હેઠળ છ મહિનાના બદલે અઢી વર્ષનો સમય કાઢી નાખનાર ખરીદનાર બિલ્ડર હવે રાજકીય ઓથ મેળવી સ્ટેન્ડીંગ કમિટીમાં પણ દરખાસ્ત મંજુર કરાવવામાં સમય બરબાદ કરશે કે સ્ટેન્ડિંગ કમિટી નિષ્પક્ષ રીતે પ્લોટ ખાલસા કરવાની દરખાસ્તને મંજુરી આપશે. તે મુદ્દે પણ ચર્ચાએ જોર પકડ્યું છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement