રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બોટાદમાં ગેરકાયદે બિલ્ડિંગો ખડકનાર 17 બિલ્ડરોના નામ જાહેર

12:33 PM Aug 31, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

લોકોને આવા બિલ્ડરોની મિલકતો નહીં ખરીદવા નગરપાલિકાની અપીલ

શહેરમાં કોન્ટ્રાક્ટરો દ્વારા અનઅધિકૃત બાંધકામો કરી બિલ્ડિંગો બનાવવામાં આવી હોવાનું બોટાદ નગરપાલિકાને ફરીયાદો મળતા બોટાદ નગરપાલિકાએ કડક કાર્યવાહી શરૂૂ કરી છે. બોટાદ નગરપાલીકાએ તપાસ કરીને 16 અનઅધિકૃત બાંધકામો સામે આવતા બાંધકામ કરનાર 16 બિલ્ડરોના નામની જાહેરાત કરવામાં આવી છે.

બોટાદ શહેરમાં વર્ષોથી માથાના દુખાવા સમાન ટ્રાફિકની સમસ્યા છે જેનું કારણ છે અનઅધિકૃત બાંધકામો, નગરપાલિકાના પ્લાન એસટીમેન્ટ વગર તેમજ નગરપાલીકા પાસે બાંધકામ ની કોઈપણ જાતની મંજુરી વગર બાંધકામો ખડકવામા આવ્યાં છે. જેથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. બોટાદ શહેરનાં નાગરીકો દ્વારા અનઅધિકૃત બાંધકામોને લઈને નગરપાલીકાને રજૂઆતો કરેલ જે બાબતે બોટાદ નગરપાલીકા દ્વારા તપાસ શરૂૂ કરાય હતી.

શહેરમાં નગરપાલીકા દ્વારા અનઅધિકૃત બાંધકામોની તપાસ દરમ્યાન 16 બાંધકામો સામે આવ્યા છે. જે અગાઉ તમામ બાંધકામોના કોન્ટ્રાક્ટરોને નોટિસો પાઠવી હતી પરંતુ કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં આખરે નગરપાલીકા દ્વારા કોન્ટ્રાક્ટરોના નામજોગ યાદી જાહેર કરીને જાહેર નોટીસ પાઠવી હતી. જેથી શહેરીજનો અનઅધિકૃત બાંધકામોની ખરીદી ન કરે અને શહેરીજનો છેતરાઈ નહિ તે માટે જાહેર નોટિસ આપી છે. જો તપાસ દરમ્યાન કોઈ બેદરકારી સામે આવશે તો તેવા કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પી જી ગોસ્વામીએ જણાવ્યું હતું.

બોટાદ નગરપાલીકા દ્વારા અનઅધિકૃત બાંધકામોના કોન્ટ્રાક્ટરોની નામજોગ યાદી જાહેર સાથે જાહેર નોટીસ જાહેર કરી છે તેમાં હમીદ દિલાવર પાળીયાદ રોડ. નટવરભાઈ થોભણભાઈ પરમાર તુરખા રોડ. ભાવનાબેન બારતભાઈ વાઘેલા તથા પ્રવિણાબેન દિપકભાઈ વાઘેલા ભાંભણ રોડ. બવાલભાઈ મોહનભાઈ બોટાદરા, ધાર્મિકભાઈ સાપરા, દિનેશભાઈ સાપરા અને ચંદુભાઈ પરમાર, હમીદ દિલાવર, ગૌતમભાઈ ધાંધલ, કિરણભાઈ સોનગરા, અરવિંદભાઈ દેવજીભાઈ સાકરીયા, નીલેશભાઈ કણઝરીયા, ભકિતભાઈ મૂળિયા, રાહુલભાઈ કાકડિયા, સિકંદરભાઈ સુલેમાનભાઈ સીદાતર, યુસુફભાઈ બચુભાઈ ધંધુકીયા નો સમાવેશ થાય છે.

Tags :
BotadBotad newsgujaratgujarat newsillegal buildings
Advertisement
Next Article
Advertisement