For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નામચીન કાસમ ઉર્ફે કળીનો પોપટપરામાં આતંક: વેપારીના ઘરમાં ઘુસી છરી બતાવી આપી ધમકી

04:12 PM Sep 06, 2024 IST | admin
નામચીન કાસમ ઉર્ફે કળીનો પોપટપરામાં આતંક  વેપારીના ઘરમાં ઘુસી છરી બતાવી આપી ધમકી

શહેરના પોપટપરા વિસ્તારમાં રહેતા નામચીન શખ્સ કાસમ ઉર્ફે કળીએ ફરી લખણ ઝળકાવ્યા છે. વેપારીના ઘરમાં છરી લઈ ઘુસી જઈ ધમકી આપતાં પ્ર.નગર પોલીસ મથકમાં અરજી થઈ હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી કાસમ ઉર્ફે કળી અને તેમના ભાઈ વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

Advertisement

વધુ વિગતો મુજબ, પોપટપરા મેઈન રોડ કૃષ્ણનગર શેરી નં.1 જુની પોસ્ટ ઓફિસની બાજુમાં રહેતા મહેબુબભાઈ ઈસ્માઈલભાઈ સોલંકીએ પોતાની ફરિયાદમાં તેમના ઘર નજીક રહેતા નામચીન શખ્સ કાસમ ઉર્ફે કળી અને તેમના ભાઈ અહેમદ ઉર્ફે ચોકલેટનું નામ આપતાં પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ ભાર્ગવસિંહ ઝણકાટની રાહબરીમાં એએસઆઈ ડી.વી.ખાંભલા સહિતના સ્ટાફે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મહેબુબભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ સંતોષીનગરમાં આશીયાના કોટનવર્ક નામથી દુકાન ધરાવી વેપાર કરે છે. ગઈ તા.20-8નાં રોજ રાત્રિના સમયે મહેબુબભાઈ અને તેના મિત્રો રામનાથપરા બાજુ જમવા ગયા હતાં ત્યારે રાત્રિના સમયે તેમના માતા મરીયમબેનનો ફોન આવ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં રહેતા કાસમ ઉર્ફે કળી અને તેમનો ભાઈ અહેમદ ઘરે આવ્યો હતો અને મનફાવે તેમ ગાળો બોલતા હતાં. ત્યારબાદ મહેબુબભાઈના ભાઈ યુસુફે તેમને ઘરમાંથી બહાર જવાનું કહેતા અને ગાળો નહીં બોલવાનું કહેતા કાસમે પોતાના પાસે રહેલી છરી કાઢી યુસુફ પાછળ દોડયો હતો. જેથી યુસુફ દોડીને ફઘરની છત પર જતો રહ્યો હતો. તેમ કાસમ છરી લઈ ઘરમાં ઘુસી ગયો હતો અને યુસુફ મળી ન આવતાં કાસમ ઘરમાંથી બહાર જતો રહ્યો હતો.

Advertisement

થોડીવાર બાદ ફરીથી કાસમ બીજી વખત ઘરે આવ્યો હતો અને તેની પાસે છરો હતો અને ઘરમાં રહેલા મહેબુબભાઈના ભાઈ મહેમદભાઈની પાછળ છરી લઈને દોડયો હતો. જો કે અહેમદના પત્નીએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. આરોપી કાસમ છેલ્લે એવું બોલતો હતો કે તારો દિકરો યાસીન કયાં છે .

તેને જાનથી મારી નાખવો છે. ત્યારબાદ તે ત્યાંથી જતો રહ્યો હતો. આ બનાવનું કારણ અગાઉ યાસીનની મોરબી ખાતે આવેલી દુકાનમાં કામ કરતાં સાગર રમેશભાઈ વલેચાને કાસમ સાથે પૈસાની લેતી દેતી હોય ત્યારબાદ સાગર પાસે કામસ પૈસાની ઉઘરાણી કરતો હોય આ બાબતે યાસીન વચ્ચે પડી કાસમને ફોન કરી તારા પૈસા તને સાગર આપી દેશે તેમ જણાવ્યું હતું. તેમ છતાં સાગર નોકરી છોડી બીજે નોકરીએ જતો રહ્યો હતો. ત્યારબાદ યાસીન અને કાસમ વચ્ચે માથાકુટ થતી રહેતી હતી. કાસમ અગાઉ વ્યાજખોરી, મારામારી સહિતના ઘણા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement