નબીરાની દાદાગીરી, BRTS રૂટમાં બસ આડે કાર ઉભી રાખી દીધી
04:56 PM Sep 16, 2025 IST | Bhumika
રાજકોટમાં એક નબીરાની દાદાગીરીનો વીડીયો વાયરલ થયો છે. 150 ફુટ રિંગરોડ ઉપર બીઆરટીએસ રૂટમાં ગેરકાયદેસર રીતે બસ આખે કાર નં.જીજે3 એમએચ 7771 ચલાવી માધાપર ચોકડી પાસે બસ આડે કાર ઉભી રાખી દીધી હતી અને ઇરાદા પુર્વક બસ અટકાવી દીધી હતી. આ દરમિયાન બસ ચાલક તેને ટપારે તો નબીરો નફટાઇપુર્વક થાય તે કરી લેજે તેવો જવાબ આપે છે અને મોબાઇલ નંબર પણ આપે છે. આ સમગ્ર ઘટનાનો વીડીયો વાયરલ થતા પોલીસે નબીરાની શોધખોળ શરૂ કરી છે.
Advertisement
Advertisement