સૌરાષ્ટ્ર ઝોનની ફી નિર્ધારણ સમિતિના ચેરમેન પદે એન.બી. જેઠવાની નિયુક્તિ
સૌરાષ્ટ્ર ઝોનમાં ખાનગી શાળાઓની ફી નિયંત્રણ અંગે ભારે સમયથી અટવાયેલ પ્રક્રિયામાં અંતે પ્રગતિ નોંધાઈ છે. ગુજરાત સરકારે નિવૃત્ત જજ એન.બી. પીઠવાની FRC(ફી રેગ્યુલેશન કમિટી)ના સૌરાષ્ટ્ર ઝોનના ચેરમેન તરીકે નિયુક્તિ જાહેર કરી છે.શાળા સંચાલક મંડળો અને વાલીઓની સતત રજૂઆતો છતાં લાંબા સમયથી આ પદ ખાલી હતું, જેના કારણે સૌરાષ્ટ્ર ઝોનની અનેક શાળાઓના હજારો વાલીઓ શાળાઓના વધારે ફી દબાણથી પીડાતા હતા. FRCકચેરીમાં આવનારી અરજીઓની સુનાવણી રોકાઈ ગઈ હતી અને શિક્ષણ વ્યવસ્થામાં અવ્યવસ્થાનો માહોલ સર્જાયો હતો. કોંગ્રેસના યુવા નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતની આગેવાનીમાં ત્રણ દિવસ પહેલા રાજકોટ સ્થિત FRCકચેરીએ પ્રતિત્મારક શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત પદ ખાલી રહેવાના કારણે મરણ પામેલી ફી નિર્ધારણ કરવાની પ્રક્રિયાથી સ્કૂલોની બેફામ ફી વસૂલી રહી હતી તે અંગે શિક્ષણ વિભાગને નિંદ્રામાંથી જગાડવાનો એક ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ખૂબજ શાંતિપૂર્ણ અને સર્જનાત્મક રીતે યોજાયેલા આ કાર્યક્રમને વાલીઓ અને શિક્ષણપ્રેમીઓ તરફથી વિશાળ સમર્થન મળ્યું હતું અને સરકારના શિક્ષણવિભાગે ગંભીર નોંધ લઈને આ બાબતે તાકીદે નિર્ણય લેવા માટે આદેશ આપ્યો હતો જો કે આ ચેરમેનની નિયુક્તિ મામલે શાળા સંચાલકોએ અનેક રજૂઆતો સરકારમા કરી હતી કે સ્કૂલોની ફી નિયમનની પ્રક્રિયા અટકી છે જેથી આ રજૂઆતોની બાબતોને પણ ધ્યાને લેવામાં આવી છે. રોહિતસિંહ રાજપુતે જણાવ્યુ હતુ કે કોંગ્રેસ પક્ષ સરકારના નિર્ણયનું સ્વાગત કરે છે પરંતુ આ સાથે જ એ ચેતવણી પણ આપે છે કે ફક્ત નિમણૂક પૂરતી નથી પરંતુ સમયમર્યાદામાં કામગીરી શરૂૂ થાય અને વાલીઓની ફી સંબંધિત ફરિયાદોને પ્રાથમિકતા આપી ન્યાય મળે એ પણ તાત્કાલિક જરૂૂરી છે. FRCકચેરી ફરીથી સક્રિય બનીને સ્કૂલોની ફી નક્કી કરવાની અરજીઓની પારદર્શકતાથી ચકાસણી કરીને વાલીઓને રાહતરૂૂપ કામગીરી કરવા અમે અપેક્ષા રાખીયે છે.
