For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટના વેપારીના 70 લાખના દાગીનાની લૂંટનો ભેદ ખુલ્યો, મહિલા સહિત પાંચ ઝડપાયા

04:17 PM Mar 09, 2024 IST | Bhumika
રાજકોટના વેપારીના 70 લાખના દાગીનાની લૂંટનો ભેદ ખુલ્યો  મહિલા સહિત પાંચ ઝડપાયા
  • લીંબડી પાસે અકસ્માત સર્જી બંદૂક બતાવી ચાંદીના દાગીના ભરેલી જીપની લૂંટ ચલાવી’તી : સુત્રધાર મહાલીંગમ અને સિકંદર સહિતના છ શખ્સોની શોધખોળ : લૂંટનો પ્લાન ઘડવામાં રાજકોટના શખ્સની પણ સંડોવણી ખૂલી

વડોદરા ક્રાઈમ બ્રાન્ચ અને સુરેન્દ્રનગર પોલીસે સંયુક્ત ઑપરેશનથી મોટી સફળતા હાંસલ કરી છે. જેમાં બે દિવસ પહેલા લીંબડી હાઈવે પર કુરિયર કંપનીની બોલેરો કારમાંથી ચાંદી તેમજ ઈમિટેશન જ્વેલરીના પાર્સલની ચોરીનો ભેદ ઉકેલી નાંખવામાં આવ્યો છે. આ મામલે મહિલા સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને લુંટનો મુદ્દામાલ કબજે કરી નાસી છુટેલા મુખ્ય આરોપી શિવા મહાલીંગમ અને સિકંદર સહિતના શખ્સોની શોધખોળ હાથ ધરી છે. ત્યારે લુંટના કાવતરામાં રાજકોટના શખ્સની પણ સંડોવણી બહાર આવી છે.

Advertisement

જેમાં ફરિયાદી પોતાની બોલેરો પિકઅપ ગાડીમાં ચાંદીના અને ઈમિટેશન જવેલેરીના પાર્સલ લઈ અમદાવાદથી રાજકોટ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન તા. 6 માર્ચના રોજ મધ્યરાત્રિના સમયે લીંબડી તાલુકાના જનસાળી ગામ પાસે 7 થી 8 અજાણ્યા હુમલાખોરો વાહનોમાં આવી ફરિયાદીની ગાડીને ઉભી રખાવી હતી. જે બાદ ફરિયાદીને માથામાં તથા મોઢા ઉપર મારમારી ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત ફરિયાદી અને તેના સાથીદારના કપાળે બંદૂક જેવું હથિયાર રાખી ગાડીમાંથી નીચે ઉતાર્યા બાદ બોલેરો પિકઅપ ગાડીનું તાળું તોડી બંદબોડીની ગાડીમાં રાખેલા ચાંદીના પાર્સલ કુલ નંગ 19 જેનું કુલ વજન 107 કિલો તેમજ ઈમિટેશન જવેલરી વજન 22 કિલો મળી કુલ રૂૂપિયા 69.89 લાખની માલમત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. માહિતીના આધારે હરણી-વારસીયા રિંગરોડ, વિજયનગર કોલોની પાસેના રોડ ઉપરથી એક રિક્ષાને શોધી કાઢી હતી. જેમાં રિક્ષા ચાલક સંજય બચુભાઇ રાજપૂત સાથે દીકરી તેજલ ઉર્ફે આયશા તેમજ જમાઈ આશિફ ઉર્ફે ઈરફાન કાદરભાઈ માટલીવાલા મળી આવતા તેમને સાથે રાખી રિક્ષામાં તપાસ કરતા પેસેન્જર સીટ પાછળ રાખેલી બેગ તેમજ થેલીમાંથી ચાંદીના દાગીના તેમજ વસ્તુઓ, ઇમિટેશન જવેલેરીનો જથ્થો અને વજન કાંટો મળી આવ્યો હતો. આ ત્રણેય પાસે ચાંદીની વસ્તુ અંગે કોઈ પુરાવા ન મળતા પૂછપરછ કરી હતી.આ દરમિયાન અમદાવાદ ખાતે રહેતા અને જુદા જુદા ગુનામાં પકડાયેલ સિકંદર લેંઘા અને શિવા મહાલિંગમન સાથે અન્ય એક મહિલા અને એક શખ્સ મળી કુલ ચાર વ્યક્તિઓ યાકુતપુરા ખાતેના ઘરે આવી તેમણે અન્ય સાગરીતો સાથે મળીને સુરેન્દ્રનગર હાઈવે રોડ ઉપર લૂંટ કરી લાવેલા ચાંદીના અને ઈમિટેશન જવેલરીના દાગીના અને વસ્તુનો જથ્થો જલ્દીથી વેંચી નાખી નિકાલ કરવા માટે આપી ગયા હતા.સંજય બચુભાઈ રાજપૂત, આશીફ ઉર્ફે ઇરફાન કાદરભાઈ માટલીવાલા અને તેજલ ઉર્ફે આયેશા આશીફ માટલીવાલા ની ધરપકડ કરી છે. તેમજ ચાંદીના દાગીનાઓ તેમજ વસ્તુઓ વજન 55 કિલોથી વધુ જેની કિંમત 39,81,363 રૂૂપિયા અને ઇમિટેશન જવેલરી સાથે રિક્ષા, ઇલેક્ટ્રિક વજન કાંટો, ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂૂપિયા 40,87, 363નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.સુરેન્દ્રનગર ખાતે બનેલા હાઈવે રોબરીના ગુનામાં સંડોવાયેલા આરોપી શિવા મહાલિંગમ ઉર્ફે આફ્તાબ મુરૂૂગન પિલ્લઈ તેમજ સિકંદર હાસમ લંઘા બંને રીઢા ગુનેગાર છે. જેમાં આરોપી મહાલિંગમ ઉર્ફે શિવા ઉર્ફે આફતાબ મુરૂૂગન પિલ્લઇ અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં કુલ 24 ગુનામાં વોન્ટેડ છે. આ સાથે અન્ય આરોપી સિકંદર હાસમ લંઘા અમદાવાદ ડીસીબી, વેજલપુર અને મહેસાણામાં એમ કુલ છ ગુનામાં સંડોવાયેલો વોન્ટેડ આરોપી હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદની ગેંગે છ માસથી કુરિયર વાનની રેકી કરી

Advertisement

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નજીક ત્રણ દિવસ પહેલા રાજકોટ આવતી કુરીયર કંપનીની ચાંદીના દાગીના ભરેલી પીકઅપ વાનની લુંટ ચલાવવાના ગુનાનો પોલીસે ભેદ ઉકેલી નાખી મહિલા સહિત ચાર શખ્સોની ધરપકડ કરી છે ત્યારે પોલીસની તપાસમાં લુંટનો પ્લાન ઘડનાર કુખ્યાત ગુનેગાર શિવા મહાલિંગમ અને સિકંદરે પોતાના સાગ્રીતોની મદદથી છ મહિના સુધી અમદાવાદથી ચાંદીના દાગીના લઈને રાજકોટ આવતી કુરીયર કંપનીની વેનની રેકી કરી તમામ માહિતીઓ મેળવ્યા બાદ લુંટના ગુનાને અંજામ આપ્યો હતો.

રાજકોટના આરીફની લૂંટના ગુનામાં સંડોવણી ખુલી
અમદાવાદ સહિત ગુજરાતમાં મર્ડર અને લુંટ સહિત 22થી વધુ ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શિવા મહાલિંગમ ઉર્ફે આફતાબ મુર્ગનપીલ્લાઈ અને તેની સાથે જ અગાઉ જેલમાં રહેલા સિકંદર હાસમ લંઘાની સાથે મળી રાજકોટનાં જુના મિત્ર આરીફની મદદથી લુંટનો પ્લાન ઘડી તેને અંજામ આપ્યો હતો. આ ગુનામાં રાજકોટનાં શખ્સની પણ સંડોવણી બહાર આવી હતી અને તેની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement