રેસકોર્ષ ખાતે બુધવારે સિંગર સચેત અને પરંપરા પ્રસ્તુત મ્યુઝિકલ નાઇટ
રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ અને મહાનુભાવોને પ્રતિષ્ઠિત મેયર એવોર્ડથી સન્માનિત કરાશે
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રંગીલુ રાજકોટ શહેર તેના ઝડપી વિકાસની સાથોસાથ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે પણ એટલું જ વિખ્યાત છે. જુદા જુદા પ્રસંગોએ યોજવામાં આવતા વિવિધ કાર્યક્રમોએ રાજકોટ શહેરને ખાસ ઓળખ પ્રદાન કરી છે. રંગીલું રાજકોટ દરેક ઉત્સવ અને અન્ય અવસરની ઉત્સાહપૂર્વક ઉજવણી માટે ખુબ જ જાણીતું છે. મકરસંક્રાંતિ, ધુળેટી, જન્માષ્ટમી, ગણપતિ ઉત્સવ, નવરાત્રિ કે પછી દિવાળી જેવા આપણા મહાપર્વ હોય કે પછી સામાજિક કે સાંસ્કૃતિક પ્રસંગ હોય, રાજકોટવાસીઓનો તહેવારોની ઉજવણી પ્રત્યેનો પ્રેમ અને ઉત્સાહ ખરેખર નોંધપાત્ર બની રહે છે.
આ જ કારણ રાજકોટને રંગીલું અને અન્ય શહેરો કરતા અલગ બનાવે છે. રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાની 52-મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂૂપે આગામી તા.19/11/2025, બુધવારના રોજ રાત્રે 8:00 કલાકે, કવિ રમેશ પારેખ રંગ દર્શન, ઓપન એર થીએટર, રેસકોર્ષ, રાજકોટ ખાતે સુપ્રસિદ્ધ બોલિવુડ સિંગર સચેત અને પરંપરા પ્રસ્તુત ભવ્ય બોલિવુડ મ્યુઝિકલ નાઈટ કાર્યક્રમનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, પ્રોટોકોલ કેબિનેટ મંત્રી તથા રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ્દ હસ્તે કરવામાં આવશે.
વિશેષમાં, વિવિધ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવોને પ્રતિષ્ઠિત ‘મેયર એવોર્ડ’ એનાયત કરી સન્માનિત કરવામાં આવશે તેમજ સ્વચ્છ-હરિયાળું-રંગીલું રાજકોટ દિવાળી ઉત્સવ રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ પણ આ કાર્યક્રમમાં કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને યોજાશે.
આ કાર્યક્રમમાં સાંસદ પરસોતમભાઈ રૂપાલા, રામભાઇ મોકરીયા, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવે, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, ભાનુબેન બાબરીયા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, રાજકોટ મહાનગરપાલિકા અધિકારીઓ-કર્મચારીઓ, સંગઠનના હોદેદારો, વિવિધ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવો, પ્રેસ-મિડિયાના પ્રતિનિધિઓ તેમજ શહેરની સંગીત પ્રિય જનતા ઉપસ્થિત રહેશે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા શહેરીજનોને આ સુપ્રસિદ્ધ બોલિવુડ સિંગર સચેત અને પરંપરા પ્રસ્તુત ભવ્ય બોલિવુડ મ્યુઝિકલ નાઈટ માણવા હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે.
સિંગર સચેત અને પરંપરાના ગીતોની ઝલક
-રામ સિયા રામ સિયા રામ જય જય રામ....
- હર હર મહાદેવ શંભુ...................
- ચુરા લિયા હે............
- તુ મેરી જિંદગી..............
- દિવાની..................
- બેખયાલી................
- ઓ માઈયામેનુ યાદ આવે.............
- જા રાંઝણ રાંઝણ...............
- મેરે સોનિયા...................