For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સત્યમ કોલોનીમાં મિલકતના ઝઘડામાં કાકાનો ભત્રીજા ઉપર ખૂની હુમલો

11:54 AM Aug 14, 2024 IST | admin
સત્યમ કોલોનીમાં મિલકતના ઝઘડામાં કાકાનો ભત્રીજા ઉપર ખૂની હુમલો

નિદ્રાધીન અવસ્થામાં ભત્રીજા પર કાકાએ છરીના ઘા ઝીંકી દેતાં લોહી નિતરતી હાલતમાં સારવાર માટે ખસેડાયો

Advertisement

જામનગરમાં સત્યમ કોલોની વિસ્તારમાં રહેતા એક વેપારી યુવાન પર મિલકત ના ઝઘડામાં હેવાન બનેલા તેના કાકાએ નિદ્રાધીન અવસ્થા હુમલો કરી દઈ હત્યાનો પ્રયાસ કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે. ઇજાગ્રસ્ત યુવાનને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.

આ હુમલા ના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સત્યમ કોલોની વિસ્તારમાં રહેતા રાજ દિલીપભાઈ ચંદાણી નામના 31 વર્ષના વેપારી યુવાને પોતાના ઉપર છરી વડે આડેધડ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવા અંગે પોતાના જ સગા કાકા વિજય ટેકચંદભાઈ ચંદાણી સામે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી રાજ ના પિતા દિલીપભાઈ અને તેના કાકા વિજયભાઈ કે જે બંને ભાઈઓ વચ્ચે મિલકત સંબંધે છેલ્લા બે વર્ષથી ઝઘડાઓ ચાલી રહ્યા છે. તેનું મન દુ:ખ રાખીને ગઈકાલે ફરિયાદી વેપારી યુવાન રાજ પોતાના ઘેર નીંદ્રાધીન અવસ્થામાં હતો, જે સમયે તેના કાકા છરી સાથે ઘરમાં ધસી આવ્યા હતા, અને છરીના ત્રણથી ચાર ઘા ઝીંકી દેતાં યસ લોહી લુહાણ બન્યો હતો,

સૌ પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસે ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ ના આધારે તેના જ સગા કાકા વિજય ટેકચંદભાઈ ચંદાણી સામે હત્યા પ્રયાસ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને ફરાર થઈ ગયેલા આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement