ચિત્રાવડ ગીરમાં પશુપાલકો પર ખૂની હુમલો, પાંચ શખ્સો સામે નોંધાતો ગુનો
તાલાલાના ચિત્રાવડ ગીર ગામે પશુ ચરાવવાની બાબતે આહિર પરિવારના પાંચ લોકો ઉપર છરી વડે કરાયેલા હિંસક હુમલામાં પોલીસે ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી છે.આ ગુનાની વિગતો આપતા વિભાગીય પોલીસ અધિકારી વી.આર.ખેંગારે જણાવ્યું હતું કે, તાલાલા તાલુકાનાં ચિત્રાવડ ગીર ગામની સીમમાં સોસાયટી વિસ્તાર પાસે આવેલી સરકારી જમીનમાં ગામના ચાર આહિર પશુપાલકો ઢોર ચરાવવા ગયા હતા. આ સમયે ઢોર ચરાવવા બોલાચાલી થઈ હતી, ત્યાર બાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરી લીધું હતું.
જેમાં રાજુભાઈ રાણાભાઇ વાઢેર ઉ.વ.32, અશ્વિનભાઈ નારણભાઈ વાઢેર ઉ.વ.34, મુળાભાઈ નારણભાઈ વાળા ઉ.વ.58, મેરૂૂભાઈ રાણાભાઈ વાઢેર ઉ.વ.40 રે.બધા ચિત્રાવડ ગીર વાળાને શરીરના અલગ અલગ ભાગમાં છરીના ઘા લાગતાં ચારેય શખ્સોને તાલાલા હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ વધુ સારવાર માટે વેરાવળ પ્રાઈવેટ હોસ્પિટલમાં રિફર કર્યા હતા. સામાપક્ષે હમીરભાઈ દોસ્તમામદભાઈ મકવાણા ઉ.વ.18ને પણ મારામારીમાં ગંભીર ઈજા થતાં પ્રથમ તાલાલા ત્યાર બાદ વેરાવળ રિફર કર્યા હતા. તાલાલાના ચિત્રાવડ ગીર ગામે પશુ ચરાવવાની બાબતે આહિર પરિવારના પાંચ લોકો ઉપર છરી વડે કરાયેલા હિંસક હુમલામાં પોલીસે ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી હતી.
તાલાલા પોલીસે ઇજાગ્રસ્ત રાજુભાઇ રાણાભાઇ વાઢેરની ફરિયાદ આધારે ચિત્રાવડ ગામના (1) હમીદ દોસ્ત મહમદ મકવાણા (2) જાનમહમદ ગુલમહમદ મકવાણા (3) વસીમ દોસ્તમહમદ (4) ઉમેર જાનમહમદ (5) મોઇન જાનમહમદ આ પાંચેય આરોપી વિરુદ્ધ બી.એન.એસની કલમ 109, 118(2), 117(2), 115(2), 351(3), 352, 189(2), 191(2), 191(3), 190 તેમજ જી.પી.એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી આ ગુનાના 2 આરોપીઓને ઝડપી લઈ અન્ય ત્રણ આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.