For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાવરકુંડલામાં ભાડું ન ભરતા મોબાઈલ ટાવર સીલ કરતી પાલિકા

11:27 AM Oct 09, 2024 IST | Bhumika
સાવરકુંડલામાં ભાડું ન ભરતા મોબાઈલ ટાવર સીલ કરતી પાલિકા
Advertisement

પ્રાપ્ત થતી વિગત મુજબ સાવરકુંડલામાં નગરપાલિકાની આજે સવારે 10:00 થી 3:00 વાગ્યા સુધીમાં કાર્યવાહી દરમિયાન 8 ટાવર સીલ માર્યા છે જેમાં ઈંદુજ કંપનીના 4 ટાવર, 2 ડોકેમોન કંપનીના અને 2 રિલાયન્સ કંપનીના એમ કરી કુલ 8 ટાવરને નગરપાલિકા દ્વારા સીલ મારવામાં આવ્યા છે જેના કારણે મોબાઇલ ધારકોમાં ફરિયાદો ઉઠી છે કોલિંગ નેટમાં વધારે પ્રોબ્લેમ થયો હતો.19 લાખ 80 હજાર જેવી માતબર રકમ ન ભરતા આ ટાવરોને સીલ મારવામાં આવ્યા છે ત્યારે સમગ્ર સાવરકુંડલા શહેરમાં મોબાઇલ ધારકોને નેટવર્કમાં કોલિંગ માં પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

જેમાં ઈંન્દુજ કંપનીના 4 ટાવરની અંદાજિત 9 લાખ 89 હજાર જેવી કિંમત ટાટા ડોકોમો કંપનીના ટાવરની 4 લાખ જેવી અંદાજિત કિંમત અને રિલાયન્સ કંપનીની 5 લાખ જેવી અંદાજિત કિંમતના વેરો ન ભરતા આ ટાવર સીલ કરવામાં આવ્યા હતા જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર બોરડ મનોજભાઈ ત્રિવેદી,હિતેશભાઈ રવાણી તથા નગરપાલિકા સાવરકુંડલા સ્ટાફ દ્વારા સીલ મારવામાં આવ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement