રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પ્રભાસપાટણમાં રેતી ચોર ટોળકીથી પાલિકાની પાણીની લાઈન તૂટી : હજારો ગેલન પાણીનો વેડફાટ

11:50 AM Dec 28, 2023 IST | Bhumika
Advertisement

પ્રભાસ પાટણ મુખ્ય રોડ ઉપર શિવ પોલીસ ચોકી આવેલ છે અને શિવ પોલીસ સ્ટેશનને બરોબર જંગલ આવેલ છે આ જંગલમાંથી રાત્રીના સમયે ત્રણ દિવસ બિનકાયદેસર દરીયાય રેતીની ચોરી થય રહેલ છે અને રાત્રીના ટ્રેકટરો મારફત ખનીજ ચોરી કરવામા આવે છે પ્રશ્ન એ છે કે બરોબર શિવ પોલીસ સ્ટેશનની પાછળ ખનિજ ચોરી થતી હોવા છતાં પોલીસ આ બાબત થી અજાણ હશે

Advertisement

રાત્રીના સમયે અંધારામાં રેતીની ચોરી થતી હોવાની ખોદકામ દરમિયાન નગરપાલિકા ની પીવાના પાણીની પાઈપલાઈન તોડી નાખવામાં આવેલ અને રાત્રી ના પાણી નો મોટા પાયે બગાડ થયેલ છે પાણી સર્કિટ હાઉસ, મલેકવાડા, ભોયવાડા, વાલ્મીકિ વાસ, ચાંદની મજીદ અને ચોગાન ચોક સહિતના વિસ્તારો મા જતા પાણી ની લાઈન તોડી નાખેલ જેથી આ વિસ્તાર માં પાણી ની સમસ્યા ઉભી થયેલ પરંતુ નગરપાલિકાના પાંચ કર્મચારીઓ દ્વારા દિવસ ભર ભારે જહેમત બાદ આ પાઈપલાઈન રીપેરીંગ કરેલ
થોડા મહિનાઓ પહેલાં આ વિસ્તારનામા મોટુ ડીમોલેશન કરવામાં આવેલ અને સરકારી જગ્યા ખુલ્લી કરવા આવેલ જેમાં પ્રભાસ પાટણ રોડ વિસ્તારમાં પણ ડીમોલેશન કરવામાં આવેલ અને ત્યાં એક ગરીબ વ્યક્તિ રોજીરોટી કમાય ને ગુજરાન ચલાવતો હતો તેની દુકાન તોડીને જંગલમાં જવાનો રસ્તો કરવામાં આવેલ અને પોલીસ સ્ટેશન પાછળ જંગલમાંથી થોડી જગ્યા માંથી બાવળીયા કાપી નાખવામાં આવેલ તે જગ્યાએ રેતીની ચોરી કરવામા આવે છે અને આ દુકાન ડિમોલેશન મા તોડી નાખેલ ત્યાં થી રેતી ચોરી માટે રસ્તો કરવામાં આવેલ છે અને ત્રણ દિવસથી ખુલ્લે આમ રેતી ની ચોરી થય રહેલ છે અને તંત્ર ખોર નિદ્રામાં પોઢી રહેલ છે

Tags :
guajrat newsgujaratPrabhaspatanwater
Advertisement
Next Article
Advertisement