For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનપાની તિજોરી છલકાઇ : 101.60 કરોડની મિલકત વેરા, પાણી વેરાની આવક

01:19 PM Mar 29, 2024 IST | Bhumika
મનપાની તિજોરી છલકાઇ   101 60 કરોડની મિલકત વેરા  પાણી વેરાની આવક

જામનગર મહાનગરપાલિકાએ અત્યાર સુધીના ઇતિહાસમાં વેરાની સૌથી વધુ આવક મેળવી છે ચાલુ વર્ષમાં આજની સુધીમાં રૂૂપિયા 101.60 કરોડની આવક થવા પામી છે. તેમ મ્યુનિ. કમિશનર ડી એન મોદીએ આજે જણાવ્યું હતું.જામનગર મહાનગરપાલિકામાં કુલ 3,06,000 મિલકતો નોંધાયેલી છે. તે પૈકી આજ સુધીમાં કુલ 1,05,656 મિલકત ધારકો એ વેરો ભરપાઈ કર્યો છે.

Advertisement

તારીખ 1 એપ્રિલ 2023થી તારીખ 28 માર્ચ 2024 સુધીમાં કુલ રૂૂપિયા 101.60 કરોડની આવક થવા પામી છે. જ્યારે તારીખ 1 ફેબ્રુઆરી થી 28 માર્ચ એટલે કે 57 દિવસમાં જ રૂૂપિયા 45.70 કરોડ ની આવક થવા પામી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલ વ્યાજ માફી યોજના અમલમાં છે. અને અત્યાર સુધીમાં રૂૂપિયા 11 કરોડ 48 લાખ ની વ્યાજ માંફી. આપવામાં આવી છે.આજની સ્થિતિએ બાકી વસુલાત જોઈએતો મુદ્દલ રૂૂપિયા 306 કરોડ 98 લાખ અને તેની ઉપર વ્યાજ 207 કરોડ 41 લાખ થવા જાય છે.

જેમા મિલકત વેરાની રૂૂપિયા 233 કરોડ ( કારપેટ બેઝ) અને વ્યાજનાં રૂૂ.98.56 કરોડ , તેમજ રેન્ટ બેઝ આધારિત મુદ્દલ રકમ રૂૂ.15.10 કરોડ અને વ્યાજ 44. 11 કરોડ, પાણી ચાર્જ ની શાખાની કાર્પેટ આધારિત મુદ્દલ રૂૂ.42.06 કરોડ અને વ્યાજ રૂૂ. 34.30 કરોડ તથા રેન્ટ બેઝ મુદલ રૂૂ. 4.37 કરોડ અને વ્યાજ રૂૂ. 17.22 કરોડ., અને સ્લમ વિસ્તાર ના પાણી ચાર્જ નાં 12 કરોડ 45 લાખ અને વ્યાજ રૂૂ. 13 કરોડ 22 લાખ નો સમાવેશ થાય છે.

Advertisement

જામનગર મહાનગરપાલિકાની 100 ટકા ટકા વ્યાજ માફી યોજનાની મુદત આગામી તારીખ 31 માર્ચના પૂર્ણ થઈ રહી છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસ બાકી હોય આ યોજનાનો લાભ લેવા પણ મ્યુનિસિપલ કમિશનર ડી એન મોદી અને આસિસ્ટન્ટ કમિશનર (ટેક્સ) જીગ્નેશ નિર્મળે કરદાતાઓ ને અનુરોધ કર્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement