રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અગ્નિકાંડમાં મ્યુનિ. કમિશનરને બચાવતું એફિડેવિટ ફગાવતી હાઈકોર્ટ

03:52 PM Sep 13, 2024 IST | admin
Advertisement

23 ઓગસ્ટના ઓર્ડરની સામે 1811 પેજનું લાંબુલચક એફિડેવિટ કરી પોતાનો બચાવ કરતાં હાઈકોર્ટ લાલઘૂમ

Advertisement

એફિડેવિટની જગ્યાએ માફી માંગવી જોઈએ: હાઈકોર્ટ

રાજકોટના ગોઝારા અગ્નિકાંડની આજે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ સમક્ષ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં ચીફ જસ્ટીસએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કમિશ્નરનો બચાવ કરતું સોગંદનામુ ફગાવી દીધું હતું. આ સાથે જ હાઈકોર્ટના આકરા વલણને પગલે સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ સોગંદનામુ પાછુ ખેંચવાનું કોર્ટમાં જ જાહેર કરી દીધું હતું. હાઈકોર્ટે રાજકોટ કમિશ્નરના લાંબા લચક એફીડેવીટને ગણકારવાનો ઈન્કાર કર્યો હતો. એફીડેવીટમાં મ્યુનિ.કમિશ્નરે પોતાનો બચાવ રજુ કરતાં હાઈકોર્ટે આકરી ઝાટકણી કરી કાઢી હતી.

ગુજરાત હાઈકોર્ટમાં આજે સવારે 12.30 કલાકે મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલની બેચમાં અગ્નિકાંડ મુદ્દે થયેલ સુવોમોટો રીટ પીટીશનની સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સરકાર તરફે અગાઉ 23 ઓગસ્ટે થયેલ ઓર્ડર મુજબ કમિશ્નરનો જવાબ રજુ કરાયો હતો. હાઈકોર્ટે અગાઉની સુનાવણીમાં કમિશનરને સોગદનામું કરી તેના પક્ષે ફરજમાં બેદરકારી અને હાઈકોર્ટમાં એફીડેવીટ કર્યુ હોવા છતા ચુકાદાનું પાલન ન કરવા બાબતે શા માટે પગલાં ન ભરવા તેનો જવાબ માંગ્યો હતો. જેના અનુસંધાને 12 સપ્ટેમ્બરના રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી એડવોકેટ જી.એચ.વીર્ક દ્વારા રજીસ્ટ્રીમાં એફીડેવીટ દાખલ કરાયું હતું. ફરિયાદી પક્ષે એડવોકેટ અમીત પંચાલે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, 1811 પેઈઝના એફીડેવીટમાં 1700 પેઈઝ તો કઈ રીતે કમિશનર કાર્ય કરે છે તેના જ છે.

હાઈકોર્ટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા માફી માગવાની જગ્યાએ પોતાનો બચાવ રજુ કરતાં લાલઘુમ થઈ હતી. એક સમયે મુખ્ય ન્યાય મૂર્તિએ સરકારને જણાવ્યું હતું કે હાઈકોર્ટમાં શપથ પર સોગંદનામુ કર્યુ હોવા છતાં પગલાં ન લીધા તે બદલ મ્યુનિસિપલ કમિશ્નરને શોકોઝ નોટિસ મોકલીને જવાબ માંગવો જોઈએ. હાઈકોર્ટે અગાઉ કરેલી ટકોર ફરી દૌહરાવી હતી કે સંસ્થાના વડા તરીકે મ્યુનિસિપલ કમિશ્નર જવાબદારીમાંથી છટકી શકે નહીં. ગમે તે નીચેના ઓફિસરને સત્તા આપી હોય પણ સુપરવિઝનની જવાબદારી તેની જ બને.

હાઈકોર્ટના ઉગ્ર વલણના પગલે સરકાર તરફે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યું હતું કે, અમે સોગંદનામુ પાછુ ખેંચીએ છીએ. હાઈકોર્ટ પણ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, આ સોગંદનામુ અમે રેકોર્ડ પર લઈને કાર્યવાહી ચાલુ કરશું પછી પાછીપાની થઈ શકશે નહીં. હાઈકોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે આ સોગંદનામુ ફગાવીએ છીએ અને સાથે જ પાછુ ખેંચવા સહમતી આપીએ છીએ. આ ઉપરાંત પીડિતોના વળતર મુદ્દે પણ ઝડપથી સોગંદનામુ કરવાનું જણાવ્યું હતું. હવે આ કેસની વધુ સુનાવણી તા.27નાં રોજ હાથ ધરાશે.

Tags :
fidavit defendinggujaratgujarat newsHigh Court rejectingMunicipal in the fire.rajkotrajkot news
Advertisement
Next Article
Advertisement