વોર્ડ નં.7માં 12 બાકીદારોની દુકાનને તાળાં મારતી મહાપાલિકાની વેરા શાખા
રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા 12-મિલક્તોને સીલ મારેલ તથા 3-મિલકતોને સીલની કાર્યવાહી કરતા તેમજ 7-યુનિટની નોટીસ સામે રૂૂા.39.89 લાખની રિકવરી કરવામાં આવી હતી.
વોર્ડ નં-1માં 80 ફૂટ રોડ પર રૂૂ.80.000/-, વોર્ડ નં.6માં દૂધ સાગર રોડ પર 1-યુનિટમાંથી રૂૂ.29.36 લાખ, વોર્ડ નં-7માં સરદારનગર મેઇન રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રૂૂ.8.25 લાખ, કેનાલ રોડ પર આવેલ ’શ્રીનાથજી કોમ્પ્લેક્ષ ફર્સ્ટ ફ્લોર ઓફીસ નં-110, નં-109, નં-108, નં-106 કેનાલ રોડ પર આવેલ 1-યુનિટ ને સીલ મારેલ (સીલ), આશાપુરા મેઇન રોડ પર આવેલ ’કંજવન’, સોનીબજાર માં આવેલ ’રાધા ક્રુષ્ણ ચેમ્બરર્સ’ ફર્સ્ટ ફ્લોર શોપ નં-2, યાજ્ઞિક રોડ પર આવેલ ર-યુનિટ, ગોંડલ રોડ પર આવેલ ’પ્રમુખ સ્વામી આર્કેટ’ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-22, યાજ્ઞિક રોડ પર આવેલ બિઝનેશ ટર્મિનલ થર્ડ ફ્લોર શોપ નં-311 અને શોપ નં-309 ને સીલ મારેલ. વોર્ડ નં-8માં કાલાવાડ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે રૂૂ.79,875/-, 150 ફૂટ રીંગ રોડ પર 1-યુનિટમાંથી રૂૂ.1.00 લાખ, વોર્ડ નં-12માં બાલાજી પાર્કમાં આવેલ 1-યુનિટના બાકી માગના સામે રૂૂ.80,194/-, વોર્ડ નં-14માં લક્ષ્મીવાડી મેઇન રોડ પર 1-યુનિટમાં રૂૂ.25,000/-, ભક્તિનગર સર્કલ પાસે આવેલ 1-યુનિટમાં રૂૂ.2.50 લાખ, ઢેબર રોડ પર આવેલ 1-યુનિટમાં રૂૂ.13,500/- અને કેવડાવાડી રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રૂૂ.1.36 લાખની રિકવરી કરાઇ હતી.
આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ સિદ્ધાર્થ પંડ્યા, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરો દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.