મનપાની રિકવરી ઝુંબેશ યથાવત, બાકીદારોની વધુ 7 મિલકત સીલ
રહેણાંકના 3 નળ જોડાણ કટ, રૂા. 19.71 લાખની વસુલાત
મનપાના વેરાવિભાગ દ્વારા વર્ષ પૂરુ થવાને હવે ઓછો સમય હોય મિલ્કતવેરો બાકી હોય તેવા આસામીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે. જેમાં આજરોજ શહેરના ત્રણેય ઝોનમાં કોમર્શીયલ અને રહેણાકના બાકીદારો સામે કાર્યવાહી કરી બાકીદારોની વધુ સાત મિલ્કતો સીલ કરી રહેણાકના ત્રણ નળજોડાણો કાપ્યા હતા તેમજ સ્થળ પર રૂા. 19.71 લાખની વેરા વસુલાત કરી હતી.
મનહર સોસાયટીમાં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.63,320નો ચેક આપેલ, માર્કેટીગ રોડ પરા આવેલ 1-નળ કનેક્શન કપાત, શીવમનગર સોસાયટીમાં 1-નળ કનેક્શન કરતાં સામે રીકવરી રૂૂ.57,250, ભગવતી સોસાયટીમાં 1-નળ કનેક્શન કપાત સામે રીકવરી રૂૂ. 67,200, ભૂપેન્દ્રરોડ પર આવેલ માનર્ક કોમ્પલેક્ષ ફર્સ્ટ ફ્લોર શોપ નં-38 ના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.85,000, વિજય પ્લોટમાં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.06 લાખ, કોઠારીયા મેઇન રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.73,820, અમારા નગર માં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.00 લાખ, સોરઠીયા વાડીમાં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.05 લાખાનો ચેક આપેલ, ઢેબર રોડ પર આવેલ 2-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.06 લાખની કરી હતી.
આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરશ્રીઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.