ટાઉનહોલમાં કરેલ રિનોવેશનના ખર્ચ બાબતે મનપાનો ખુલાસો
જામનગર મહાનગરપાલિકા ધ્વારા એમ.પી. શાહ મ્યુનિસિપલ ટાઉનહોલ ને રીનોવેશન દરમ્યાન જુના ટાઉનહોલમા જે તે સમયે એટલે કે, વર્ષ 2004 મા સીવીલ સ્ટ્રકચરનું કામ પૂર્ણ કરી ને નવેસર થી કાર્યરત કરવામા આવેલ. ત્યારબાદ મેજર રીનોવેશન તથા જરૂૂરી એડીશન અલ્ટ્રેશન સીવીલ વર્ક તથા ઈન્ટીરીયર વર્ક, ઈલેકટ્રીકલ, લાઈટ અને સાઉન્ડની તમામ આઈટમો નવી ફીટીંગ કરીને કુલ રૂૂા. 7.03 કરોડ નો ખર્ચે ટાઉનહોલ મા કરવા માઆવ્યો છે.જેમાં સીવીલ વર્ક અન્વયે ટાઉનહોલ ની એન્ટ્રીમા ફેરફાર કરવાનું મુખ્ય કારણ ટાઉનહોલની સ્ટેજ બાજુમા જુનો સાઉન્ડ ક્ધટ્રોલ રૂૂમ, ઈલેક્ટ્રીકલ રૂૂમ પરફોર્મન્સ કે નાટક, સંગીતના પ્રોગ્રામમા નડતરરૂૂપ હતો તેને સામેની બાજુએ વ્યવસ્થિત રીતે નવો બનાવવામાં આવેલ છે. તેમજ તેમના માટે થીયટર પીપલના વિરલભાઈ રાચ્છ ના સૂચન તેમજ જામનગર મહાનગરપાલિકાના અધિકારી અમદાવાદ તથા રાજકોટ ટાઉનહોલ ની વિઝીટ લઈને જરૂૂરી ફેરફાર કરવામા આવેલ છે.
સીવીલ વર્કમા મુખ્યત્વે 4 નવા સ્ટેર કેસ, 2 નવી ઈન્ટરકનેકટેડ સ્ટેર કેસ તથા સ્ટેર કેસનું આર.સી.સી. કામ પૂર્ણ કરવામાં આવેલ છે. જેમાં મુખ્યત્વે એન્ટ્રેન્સ ફોયર તેમજ તમામ બારી દરવાજામાં ચેનાઈટનું ફીટીંગ વર્ક 1142 ચો.મી. તથા ટોયલેટ બ્લોકનું સંપૂર્ણપણે રીનોવેશન તેમજ બહારના ભાગે વધારાનુ નવુ ટોયલેટ બ્લોક તથા પાર્કીંગમા તેમજ ઓડીટોરીયમ સરાઉન્ડીંગ બહારના ભાગે પેવીંગ બ્લોક 3075 ચો.મી.નું કામ તથા કમ્પાઉન્ડ વોલ ઉચી લેવાનું કામ, મુખ્ય સ્ટેજનુ ફેબ્રીકેશન વર્ક, એલ્યુમીનીયમ (સાઉન્ડ પ્રૂફ) ડીજી સેકશન 180 ચો.મી. વર્ક તેમજ ટીકવુડન વર્ક 1472 ચો.ફુટ, વુડન વર્ક 3158 સ્કે. ફુટનું કામ તેમજ વોટર પ્રૂફીંગ 1440 ચો.મી.નું કામ કરવામાં આવ્યું છે.
ઇન્ટીરીયર કામગીરી મા ટાઉનહોલ ઓડીટોરીયમ તેમજ અન્ડરગ્રાઉન્ડ હોલને સાઉન્ડ પ્રૂફ / સાઉન્ડ ઓક્શન માટે સીલીંગ તેમજ વોલ પેનલીંગનું વર્ક કુલ મળી 1828 ચો.મી.નું કામ કરવામા આવ્યું છે. ઓડીટોરીયમ ની તમામ ચેર નવી ઈન્સ્ટોલ કરવામા આવી છે, તેમજ આગળ ની બે રોમા પુશબેગ ચેર ઈન્સ્ટોલ કરવામા આવી છે. ઓડીટોરીયમ ની અંદરના ભાગે 920 ચો.મી. કારપેટ લગાવવામા આવેલ છે.મ્યુનિ. ટાઉનહોલમાં સાઉન્ડ સિસ્ટમ અને ઈલેકટ્રીફીકેશનને સુદૃઢ બનાવવા મેઈન એલ.ટી. પેનલ 800 એમ્પીયર / એપીએપસી, 800 એમ્પીયર એ.સી.બી. હેવલ્સ બ્રાન્ડનું કામ કરવામા આવેલ છે. તેમજ ઓડીટોરીયમની સીલીંગ પેનલ લાઈટીંગ હેવલ્સ બ્રાન્ડની ઈન્સ્ટોલ કરવામા આવેલ છે. તેમજ સ્ટેજ લાઈટીંગમા સ્પોટ લાઈટ, (ક્ધવેન્સનલ અને મોર્ડન) પ્રોફાઈલ લાઈટ, આર.જી.બી. લાઈટીંગ, બી.એસ.ડબલ્યુ લાઈટીંગ, આર.જી.બી. વોશ લાઈટ, હેલોજન લાઈટ જીયા, એપ્રો તેમજ ઝેડ બ્રાન્ડની ઈન્સ્ટોલ કરવામા આવેલ છે. તેમજ તેનુ આધુનિક ડીઝીટલ લાઈટ ક્ધટ્રોલર, ઓડીટોરીયમમા યામાહા એમ.જી.પી. 32 સાઉન્ડ ડીઝીટલ મિકસર તથા 12000 વોટ સ્પીકર લાઈન એરી 8 નંગ તથા 3000 વોટ બેઈઝ સ્પીકર એ.એલ.એફ. હાઈટેક બ્રાન્ડના લગાવવામાં આવ્યા છે. 400 વોટના 4 નંગ અને 800 વોટના 2 નંગ મોનીટર સ્પીકર લગાવવામા આવ્યા છે. તથા 20000 વોટના 7 નંગ એમ્પલીફાયર લગાવવામાં આવેલ છે. ફુટ માઈક, હેન્ડ હેલ્ડ માઈક્રોફોન તથા કોર્ડ લેસ માઈક્રોફોન ફીટ કરવામાં આવેલ છે.તેમ ભાવેશ જાની (સીટી એન્જિનયર જામનગર મહાનગરપાલિકા ) ની યાદી મા.જણાવ્યું છે.