મનપા જૂનમાં 100 કરોડના બોન્ડ ઈસ્યૂ કરશે
- સેબીમાં અરજી કરાઈ, સરકાર 13 કરોડની સબસિડી બોન્ડ પેટે ચૂકવશે
મહાનગરપાલિકાની ફાઈનાન્સીયલ સ્થિતિ સારી થતાં AAસ્ટેબલ રેટીંગમાં આવી ગયું છે. જેના કારણે બોન્ડ બહાર પાડવાનો માર્ગ મોકળો થતાં બજેટમાં 100 કરોડના બોન્ડની જોગવાઈ કરવામાં આવી હતી. જેની સરકારે પણ મંજુરી આપી 13 કરોડની સબસીડી મંજુર કરતા તેમજ સેબીમાં એપ્લાય થઈ જતાં આગામી જૂન માસમાં 100 કરોડના બોન્ડ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવશે તેમ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું.
મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે, સ્વરાગ્યની સંસ્થાઓને પગભર થવા માટે સરકારે પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યુ છે. જેના કારણે રાજકોટ મહાનગરપાલિકાએ પણ ટેક્સ સહિતના કામોમાં સફળ કામગીરી હાથ ધરતા મહાનગરપાલિકાને ડબલ એએ રેટીંગ પ્રાપ્ત થયું છે અને તે સ્ટ્રેબલ રહેતા તે મહાનગરપાલિકા દ્વારા 100 કરોડના બોન્ડ ઈસ્યુ કરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. તાજેતરમાં બોન્ડ માટે સેબીમાં એપ્લાય કરવામાં આવ્યું છે. જેને ટુંક સમયમાં મંજુરી મળી જશે પરિણામે જૂન માસમાં 100 કરોડના બોન્ડ બહાર પાડવામાં આવશે.
મહાનગરપાલિકા દ્વારા નિયમો અનુસાર પ્રાથમિક 9.5 ટકા વ્યાજદર નક્કી કરવામાં આવ્યા છે. પરંતુ સરકાર દ્વારા 13 કરોડની સબસીડી બોન્ડના વ્યાજપેટે ચુકવવામાં આવશે. જેના કારણે બોન્ડનું વ્યાજ બેંક કરતા નીચું થઈ જશે. હાલ મહાનગરપાલકાએ વેરાવસુલાત તેમજ અન્ય કામમાં ઝડપ વધારતા આવકમાં વધારો થયો છે. જેના કારણે ફાઈનાન્સીયલ સ્થિતિ વધુ સારી થઈ ચુકી છે અને ડબલએ સ્ટ્રેબલરેટીંગમાં આવી ગયું છે. કોઈપણ સંસ્થા પગભર થાય તે માટે સરકાર દ્વારા વધુમાં વધુ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાની સ્થિતિ ઈમ્પ્રુવ થતાં હવે જૂન માસમાં 100 કરોડના બોન્ડ ઈસ્યુ કરવામાં આવશે. સેબીની મંજુરી આવ્યા બાદ તમામ પ્રકારની કાર્યવાહી શરૂ કરાશે અને બોન્ડ ઈસ્યુ કરવાની અંતિમ તારીખ જાહેર કરવામાં આવશે. ત્રણ વર્ષ પહેલા મહાનગરપાલિકાએ 150 કરોડના બોન્ડ માટેની જાહેરાત કરેલ હતી. પરંતુ ફાઈનાન્સીયલ સ્થિતિ નાજુક હોવાના કારણે રેટીંગમાં પાછળ રહી જવાથી બોન્ડ ઈસ્યુ થઈ શકતા ન હતાં. જેમાં ગત વર્ષે વેરાવસુલાત સહિતની આવકમાં વધારો થતાં મહાનગરપાલિકા પગભર થયા બાદ ડબલએ રેટીંગ પ્રાપ્ત થયું છે. હવે 2024માં 100 કરોડના બોન્ડ ઈસ્યુ થઈ શકશે.