For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનપા દ્વારા જૂન મહિનાને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવાશે

04:48 PM May 31, 2025 IST | Bhumika
મનપા દ્વારા જૂન મહિનાને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવાશે

વોર્ડ વાઈઝ જાહેર પ્રદર્શન, શાળાઓમાં વર્કશોપ, રેલી, રાત્રીસભા, પત્રિકા વિતરણ સહિતના કાર્યક્રમો યોજાશે

Advertisement

ગુજરાત સરકાર દ્વારા મેલેરિયા મુકત ગુજરાતનું અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાન થકી સમગ્ર ગુજરાતમાં મેલેરિયા તેમજ બીજા મચ્છરોથી થતા રોગોનો ફેલાવો અટકાવી મેલેરિયા નાબુદી તરફ લઇ જવાનો રાજય સરકારનો લક્ષ્યાંક છે. રાજકોટ શહેરમાં 5ણ પમેલેરિયા મુકત રાજકોટ અભિયાનની શરૂૂઆત કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુન માસને નપમેલેરિયા વિરોધી માસથથ તરીકે ઉજવવામાં આવનાર છે.
મેલેરિયા મુકત ગુજરાત અભિયાન અને જુન માસ, મેલેરિયા વિરોઘી માસ અંતર્ગત રાજકોટને મેલેરિયા મુકત કરવા અને લોકોમાં મચ્છર ઉત્5તિ અને મેલેરિયા તથા ડેન્ગ્યુ ચીકુનગુનિયા રોગ અટકાયત અંગે જાગૃતિ આવે તે માટે વિવિઘ આરોગ્ય શિક્ષણના કાર્યક્રમ તથા વાહક નિયંત્રણ કામગીરીની સઘન ઝુંબેશ હાથ ઘરી મેલેરીયાને અટકાવવા તથા મેલેરીયા મુક્ત ગુજરાત સાર્થક માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવશે.

Advertisement

આ કામગીરી હેઠળ તા.2/06/2025 ના રોજ અમરજીતનગર મેઇન રોડ, મનેશ્વર મહાદેવ - મનહરપુર, હેલ્થ એન્ડ વેલ્નેસ સેન્ટર રેલનગર - રેલનગર મેઇન રોડ, રામકૃષ્ણ હોસ્પિટલ - વિદ્યાનગર 1, ગીતામંદિર - ગીતાનગર મેઇન રોડ, સ્વીમીંગ પુલ પાસે - કોઠારીયા મેઇન રોડ, અમરનાથ મહાદેવ - અટિકા ઇન્ડસ્ટ્રીઝ, સતેશ્વર મહાદેવ મંદિર - શાસ્ત્રીનગર શેરી નં. 3, રાજનગર આંગણવાડી પાસે - રાજનગર મેઇન રોડ, આર.એમ.સી. ગાર્ડન - બાલમુકુંન્દ સોસા., શહિદ ભગતસિંહ ગાર્ડન - યુનિ. રોડ 108 કવાટર્સ પાસે, ઓબાઘામ મંદિર - જીવરાજ પાર્ક મુખ્ય માર્ગ - 7, ઉદેશ્વર મહાદેવ મંદિર - શ્રીનાથજી સોસા. શેરી નં. 5, ભગવતી5રા પથશાકા માર્કેટથથ શેરી નંબર 5 પુલ, પમહાદેવ મંદિરથથ બ્રાહમણીયા5રા શેરી નં. 20, રામપાર્ક આરોગ્ય કેન્દ્ર, રામપાર્ક મેઇન રોડ, શાક માર્કેટ પાસે, મહાકાળી ચોક, ગંજીવાડા 7/42, રંગીલા હનુમાન - વિવેકાનંદનગર - 14, જાહેર બગીચો, શ્રઘ્ઘા પાર્ક - ડી માર્ટની પાસે સહિતના સ્થળોએ જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે.

મચ્છર, મચ્છરના પોરા, પોરાભક્ષક માછલી નું જીવંત નિદર્શન રાખવામાં આવશે. જેમાં બેનર, પોસ્ટર, પત્રિકા ના માધ્યમથી લોકોને મેલેરિયા તથા વાહકજન્ય રોગ નિયંત્રણ અંગે વિગતવાર સમજ આ5વામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતેથી આરોગ્ય શિક્ષણ, 5ત્રીકા વિતરણ, રેલી જેવા આરોગ્ય શિક્ષણના કાર્યક્રમ કરવામાં આવશે તથા લોકોને મેલેરિયા તથા તેને નિયંત્રણ અર્થે લેવાના થતા 5ગલા વિશે માહિતગાર કરવામાં આવશે.

તથા તા.3/6/2025 થી શહેરી વિસ્તારમાં આવેલ રહેણાંક ઉ5રાંતની બાંઘકામ સાઇટ, સ્કુલ, કોલેજ, હોટેલ, મોલ, હોસ્પિટલ, ભંગારના ડેલા, પંચરની દુકાનો, સેલર, ધાર્મિક સ્થળ, સરકારી કચેરી જેવી જુદા જુદા પ્રિમાઇસીસ તપાસી વાહક નિયંત્રણ કામગીરીની સઘન ઝુંબેશ હાથ હાથ ધરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement