ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મનપા દ્વારા કાલે કલ્પના ચાવડા ગાર્ડનથી વૃક્ષારોપણ ઝુંબેશનો શુભારંભ

04:55 PM Jun 04, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન સોનલબેન સેલારા એક સંયુક્ત યાદીમાં જણાવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ-મી જુન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત એક પેડ માં કે નામ 2.0 અભિયાન હેઠળ, શહેરના વોર્ડ નં.2 માં આવેલ રેસકોર્સ સંકુલ વિસ્તારમાં આવેલ શ્રી કલ્પના ચાવલા મેમોરિયલ ગાર્ડનમાં વૃક્ષારોપણ ઝુંબેશનો શુભારંભ કરવા આવતીકાલે તા.05/06/2025 ગુરૂૂવાર નાં રોજ સવારે 9:30 કલાકે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

Advertisement

સાથોસાથ રાજકોટ શહેરના શિવ મંદિરોમાં બિલ્વ વૃક્ષોના વૃક્ષારોપણ માટે ભોમેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે બિલ્વ વૃક્ષનું વાવેતર કરી શુભારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાસંદ પરસોતમભાઈ રૂૂપાલા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, બાગ બગીચા અને ઝૂ કમિટી ચેરમેન સોનલબેન સેલારા તેમજ રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, અધિકારીઓ-કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહેશે અને અંતર્ગત એક પેડ માં કે નામ 2.0 અભિયાન હેઠળવૃક્ષારોપણ કરી વૃક્ષારોપણ ઝુંબેશનો શુભારંભ કરાવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે વૃક્ષ રથદ્વારા શહેરીજનોને અંદાજે 10,000 રોપાઓનું વિતરણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2024-25 માં એડવાન્સ મિલકત વેરો ભરપાઇ કરનાર દિવ્યાંગો તથા એક્સ સર્વિસમેનના નામે મિલકત હોય તેવા કરદાતાના નામે એક વૃક્ષનું વાવેતર તથા નાણાકીય વર્ષ 2025-26 માં રાજકોટ શહેરમાં જન્મ થતા બાળક/બાળકીના નામે એક વૃક્ષનું વાવેતરનું આયોજન હોય, જે અંતર્ગત આ વર્ષે 40,000 વૃક્ષો ટ્રી-ગાર્ડ સહિત વૃક્ષારોપણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે.

મહાનગરપાલિકા દ્વારા ‘એક પેડ માં કે નામ 2.0’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ
ક્રમ વૃક્ષારોપણ વિસ્તાર/સ્થળ વૃક્ષની સંખ્યા
1 સ્માર્ટ સીટી પ્લાન્ટેશન પ્લોટ નં.92/93 52900
2 સ્માર્ટ સીટી પ્લાન્ટેશન પ્લોટ નં.97/98 41448
3 સ્માર્ટ સીટી પ્લાન્ટેશન પ્લોટ નં.100/101/102 48104
4 વોર્ડ નં.18, કોઠારીયા એફ.પી.
12/4, ટી.પી. પ્લોટ નં.13 ઓક્સીજન પાર્ક 300
5 વોર્ડ નં.18, તિરૂૂપતી વોટર પમ્પીંગ સ્ટેશન 16000
6 ‘રામવન’ની સામેના પ્લોટમાં 1350
7 ‘રામવન’ પાર્કિંગની બાજુમાં 1750
8 આજીડેમ હીલ ગાર્ડનની પાછળ 4640
9 આજીડેમ પક્ષીઘરની પાસે 5080
10 વિવિધ ગાર્ડન/ટી.પી. પ્લોટમાં વૃક્ષારોપણ 78428
Tags :
gujaratgujarat newsKalpana Chavda GardenRajkot Municipal Corporationtrees
Advertisement
Next Article
Advertisement