વધુ 51 બાકીદારો સામે ધોકો પછાડતી મહાપાલિકા
જિમ્મી ટાવરમાં 6 સહિત વધુ 24 ડિફોલ્ટરોની મિલકત સીલ: રૂા. 24.65 લાખની રિકવરી
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરની સુચનાથી વેરાવસુલાત શાખા દ્વારા આજે વધુ 24 બાકીદારોની મિલ્કતને અલીગઢી તાળા મારવામાં આવ્યા હતાં. અને ત્રણ નળ જોડાણ કાપી નખાયા હતાં. અન્ય 21 મિલ્કતોને તાળા મારતા અને ત્રણ નળ કનેક્શન કાપવાથી કાર્યવાહી કરતા સ્થળ પર જ રૂા. 24.65 લાખની રિકવરી કરવામાં આવી હતી.
વોર્ડ નં. 1 માં ભાવનગર રોડ પર 1 નળ કનેક્શનકપાત, 150 ફૂટ પર આવેલ તનીશા મોટર્સના બાકી માંગણા સામે રૂા. 1.80 લાખની રિકવરી યશ કોમ્પ્લેક્ષમાં શોપ નં. 16 અને 17, શાસ્ત્રી નગરમાં 1 યુનિટને સીલ મારેલ, યશ કોમ્પલેક્ષમાં શોપ નં. 1 નેબાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપેલ વોર્ડ નં. 2 માં રૈયા રોડ પર રૂા. 83,700, જવાહર રોડ પર આવેલ 1 યુનિટમાં 59,000, જામનગર રોડ પર આવેલ પુષ્કરધામ ફર્સ્ટ ફ્લોર શોપ નં. 109, સરદાર કોમ્પલેક્ષ ફર્સ્ટ ફ્લોટ શોપ નં. 106, શોપ નં. 101 અને અન્ય 3 યુનિટોને સીલ મારેલ 1 યુનિટમાં રૂા. 2.31 લાખ, કસ્તુરબા રોડ પર આવેલ 1 યુનિટમાં રૂા.77,400, સદર બજારમાં આવેલ 1 યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહીકરતા ચેક આપેલ, જામનગર રોડ પર આવેલ સંજય નગરમાં રૂા. 98,500, વીએન ઓફ સર્વે નં. 499 પ્લોટ નં. 1 ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં. 5 ના બાકી માગના સામે રૂા. 56,200ની રિકવરીકરી હતી. વોર્ડ નં. 3માં રૈયા નાકા પાસે આવેલ 1 યુનિટના માંગણા સામે 57,000, દાણાપીઠમાં 75,000, લાભ ચેમ્બર્સ 1 યુનિટ, ભીડભંજન ચોકમાં 1 યુનિટ, લોહાણાપરા 1 યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂા. 75,000ની રિકવરીકરાઈ હતી અને મોચી બજારમાં આવેલ 1 યુનિટને સીલ મારેલ
વોર્ડ નં. 5 માં હુડકો મેઈન રોડ પર આવેલ 1 નળ કનેક્શન, માર્કેટિંગ યાર્ડ રીંગ રોડ પર આવેલ 1 નળ કનેક્શન કપાત કરેલ, નવાગામ મેઈન રોડ પર આવેલ સદગુરુ મેડિકલના બાકી માગણા સામે રૂા. 68,700 ન્યુ શક્તિ સોસાયટીમાં 1 યુનિટના બાકી માગના સામે રૂા. 81,000 અને કુવાડવા રોડ પર આવેલ 1 યુનિટથી રૂા. 40,000ની રિકવરીકરાઈ હતી. વોર્ડ નં. 6માં રણછોડ નગરમાં 1 યુનિટને ભાવનગર રોડ પર આવેલ અણમોલ પાર્કમાં 3 યુનિટ, વોર્ડ નં. 7 માં ગોંડલ રોડ પર આવેલ જીમ્મી ટાવરર્સ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં. 15, શોપ નં. 6, શોપ નં. 7, શોપ નં. 23, શોપ નં. 25 અને શોપ નં. 60ને સીલ મારેલ. વોર્ડ નં. 8માં લક્ષ્મીનગરમાં 1 યુનિટના માગણા સામેની 72,000, નાનામૌવા રોડ પર આવેલ લક્ષ્મી કોમ્પલેક્ષ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં. 7 ને સીલ મારેલ, અમીન માર્ગ પર આવેલ 1 નળ કનેક્શન કપાત કરતા રૂા. 1.77 લાખ, વોર્ડ નં. 10 માં યુનિવર્સિટી રોડ પર આવેલ 1 નળ કનેક્શન કપાત કરતા રૂા. 1.45 લાખની રિકવરી કરાઈ હતી.
વોર્ડ નં. 13માં ગોંડલ રોડ પર આવેલ રુદ્રાક્ષ કોમ્પ્લેક્ષસેક્ધડ ફ્લોર શોપ નં. 202ને સીલ મારેલ 150 ફૂટ રીંગ રોડ પર આવેલ 1 યુનિટના બાકીમાગણા સામે રૂા. 3 લાખ, વોર્ડ નં. 14માં કાન્તા વિકાસ ગૃહ રોડ પર આવેલ આરાધના કોમ્પલેક્ષ ફર્સ્ટ ફ્લોર શોપ નં. 108ને સીલની કરતા રૂા. 70,270, વોર્ડ નં. 15માં 80 ફૂટ રોડ પર આવેલ 1 નળ કનેક્શનકપાત રૂા. 70,500, નેશનલ હાઈવે પર આવેલ શીવમ ઈન્ડસ્ટ્રીયલમાં રૂા. 40,000, વોર્ડ નં. 17માં ઢેબર રોડપર આવેલ 2 યુનિટના બાકી માગણા સામે રૂા. 1.21 લાખ અને વોર્ડ નં. 18 માં ગોંડલ રોડ પર આવેલ 1 યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતા રૂા. 1.72 લાખની રિકવરી કરી હતી.