ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મનપાના સિક્યુરિટી ગાર્ડનો પગાર 20 કરોડ, સ્ટેન્ડિંગમાં દરખાસ્ત નામંજૂર

03:48 PM Dec 11, 2025 IST | Bhumika
Advertisement

ટેન્ડર ભરી 20 એજન્સીએ 1થી 2 ટકા વધુ ભાવ ભરી કામ માંગેલ જે સ્ટેન્ડિંગમાં ખર્ચ વધુ હોવાનું જણાવી પેન્ડિંગ રખાઇ

Advertisement

મનપાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં રજૂ થયેલ 24 દરખાસ્ત પૈકી 20ને મળી મંજૂરી, ચાર દરખાસ્તમાં લોચાલાપસી

મનપાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠમાં રજૂ થયેલ 24 દરખાસ્ત પૈકી 4 દરખાસ્ત પેન્ડિંગ રાખી રૂા.162.67 કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. પેન્ડિંગ રહેલ દરખાસ્ત પૈકી મહાનગરપાલિકાના અલગ-અલગ 22 વિભાગોમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ગાર્ડની એજન્સી દ્વારા નવા કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર ભરવામાં આવેલ જેમાં એક થી બે ટકા વધુ ભાવ હોવાથી અને દ્રીવાર્ષિક 39 કરોડ જેટલો ખર્ચ થતો હોય ગાર્ડ પાછળ વર્ષે રૂા.20 કરોડનો ખર્ચ વધુ થતો હોવાનુ કમિટિએ જણાવી દરખાસ્ત ના મંજૂર કરી પરત મોકલવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે.

મનપાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં 24 દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. નાકરાવાડી લેન્ડ ફીલ સાઇટ ખાતે કમ્પાઉન્ડ હોલ તથા શાળા નં.97માં ચોકીદાર રૂમ તેમજ વોર્ડ નં.4 સહિતના વોર્ડમાં સેન્ટ્રલ ડિવાઇડર સ્ટોન ફિટ કરવા તથા પાઇપ ગટર નાખવા તેજમ પેવીંગ બ્લોક નાખવા અને ગાંધીનગર ખાતેની ક્રિકેટ ટુર્નામેન્ટના ખર્ચ સહિતની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને શહેરના કણકોટ રોડ ઉપર ગર્વમેન્ટ એન્જિનીયર કોલેજ પાસે વોર્ડ નં.11માં ટીપી સ્કીમ નં.34 મવડીના ફાઇનલ પ્લોટ નં.80/2 તથા 80/3 કુલ 54558 ચો.મી. જમીન પર ન્યારી ડેમ આધારીત સૌરાષ્ટ્ર ખાતેનો સૌથી મોટો 150 એમએલડી કેપેસ્ટીનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ રૂા.117.24 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. જેમાં પાંચ વર્ષ ઓપરેશન અને મેન્ટેનન્સના રૂા.9.33 કરોડ સાથે કુલ રૂા.136.70 કરોડનું અંદાજ પત્ર મંજૂર કરવામાં આવ્યુ છે.

જેને આવતીકાલની સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં મંજૂરી માટે મુકવામાં આવ્યુ છે. આ કામે મહત્વના ભાગો જેવા કે ઠઝઙ ના તમામ સ્ટ્રક્ચર યુનિટ, અંદાજીત 65.00 એમ.એલ. કેપેસીટીનો જી.એસ.આર., એમ.એલ. કેપેસીટીનો ESR, પમ્પીંગ સ્ટેશન તથા તેને લગત ઇલેક્ટ્રિકલ મિકેનિકલ કામ કમ્પાઉન્ડ વોલ, ન્યારી ડેમથી આવતી 1400 મી.મી. ડાયાની અંદાજે 5.90 કી.મી. વોટર પાઇપલાઇન, સ્ટાફ ક્વાર્ટર, ઓફીસ બિલ્ડીંગ અને એરિયા ડેવલપિંગ સાથે તેનાં 5 (પાંચ) વર્ષના કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન અને મેઈન્ટેનન્સ સાથેનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કામે GST સિવાયની રકમ રૂૂા. 117,24,42,872/- માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી.

Tags :
gujaratgujarat newsrajkotrajkot muncipal corporationrajkot news
Advertisement
Next Article
Advertisement